Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #11 Translated in Gujarati

أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ مَا يَكُونُ مِنْ نَجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِنْ ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَ مَا كَانُوا ۖ ثُمَّ يُنَبِّئُهُمْ بِمَا عَمِلُوا يَوْمَ الْقِيَامَةِ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
શું તમે નથી જોયું કે અલ્લાહ આકાશોની અને ધરતીની દરેક વસ્તુથી વાકેફ છે. ત્રણ માનવીઓની વાતચીત નથી થતી પરંતુ અલ્લાહ તેમાંથી ચોથો હોય છે અને પાંચની પરંતુ તેમાંથી છઠ્ઠો તે હોય છે અને તેનાથી ઓછાની અને વધારેની પરંતુ તે સાથે જ હોય છે, જ્યાં પણ તેઓ હોય. ફરી કયામતના દિવસે તેમને તેમના કાર્યોથી ખબરદાર કરશે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુથી વાકેફ છે
أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَىٰ ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّهُ وَيَقُولُونَ فِي أَنْفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّهُ بِمَا نَقُولُ ۚ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا ۖ فَبِئْسَ الْمَصِيرُ
શું તમે તે લોકોને નથી જોયા ? જે લોકોને ગુસપુસ કરવાથી રોકવામાં આવ્યા હતા, તેઓ રોકવા છતાં તે કાર્યને ફરીવાર કરે છે અને તેઓ અંદર-અંદર પાપ, અતિરેક અને પયગંબરની અવજ્ઞાની ગુસપુસ કરે છે અને જ્યારે તમારી પાસે આવે છે તો તમને તે શબ્દો વડે સલામ કરે છે જે શબ્દોમાં અલ્લાહ તઆલાએ નથી કહ્યું અને પોતાના મનમાં કહે છે કે અલ્લાહ તઆલા અમને તેના પર જે અમે કહી રહ્યા છે શિક્ષા કેમ નથી આપી રહ્યો, તેમના માટે જહન્નમ પૂરતી છે, જેમાં તેઓ જશે. તો તે ઘણું જ ખરાબ ઠેકાણું છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا تَنَاجَيْتُمْ فَلَا تَتَنَاجَوْا بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَتِ الرَّسُولِ وَتَنَاجَوْا بِالْبِرِّ وَالتَّقْوَىٰ ۖ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
હે ઇમાનવાળાઓ ! તમે જ્યારે વાતચીત કરો તો આ વાતચીત ગુનાહ , અતિરેક અને પયગંબરની અવજ્ઞા તરફ (ઉભારતી) ન હોય, પરંતુ ભલાઇ અને સયંમની વાતચીત કરો અને અલ્લાહથી ડરતા રહો, જેની પાસે તમે સૌ ભેગા કરવામાં આવશો
إِنَّمَا النَّجْوَىٰ مِنَ الشَّيْطَانِ لِيَحْزُنَ الَّذِينَ آمَنُوا وَلَيْسَ بِضَارِّهِمْ شَيْئًا إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
ગુસપુસ એ તો એક શેતાની કામ છે જેનાથી ઇમાનવાળોને ઠેસ પહોંચે. જોકે અલ્લાહ તઆલાની ઇચ્છા વગર તેમને કોઇ ઠેસ પહોંચાડી શકતું નથી. અને ઇમાનવાળાઓ અલ્લાહ પર જ વિશ્ર્વાસ રાખે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِذَا قِيلَ لَكُمْ تَفَسَّحُوا فِي الْمَجَالِسِ فَافْسَحُوا يَفْسَحِ اللَّهُ لَكُمْ ۖ وَإِذَا قِيلَ انْشُزُوا فَانْشُزُوا يَرْفَعِ اللَّهُ الَّذِينَ آمَنُوا مِنْكُمْ وَالَّذِينَ أُوتُوا الْعِلْمَ دَرَجَاتٍ ۚ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
હે મુસલમાનો ! જ્યારે તમને કહેવામાં આવે કે સભાઓમાં થોડા ખુલ્લા બેસો તો તમે ખુલ્લા બેસી જાવ, જેથી અલ્લાહ તમને(દરેક વસ્તુઓમાં) વધારે આપશે, અને જ્યારે કહેવામાં આવે કે ઉભા થઇ જાવ તો તમે ઉભા થઇ જાવ, અલ્લાહ તઆલા તમારા માંથી તે લોકોના, જે ઇમાન વાળાઓ છે અને જેમને જ્ઞાન આપવામાં આવ્યું છે, દરજ્જાઓ ઊંચા કરી દેશે અને અલ્લાહ તઆલા (દરેક કાર્યથી) જે તમે કરી રહ્યા છો (ખુબ જ ) વાકેફ છે

Choose other languages: