Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #106 Translated in Gujarati

قَدْ سَأَلَهَا قَوْمٌ مِنْ قَبْلِكُمْ ثُمَّ أَصْبَحُوا بِهَا كَافِرِينَ
આવી વાતો તમારાથી પહેલા બીજા લોકોએ પણ પૂછી હતી, પછી તે વાતોના ઇન્કાર કરનારા બની ગયા
مَا جَعَلَ اللَّهُ مِنْ بَحِيرَةٍ وَلَا سَائِبَةٍ وَلَا وَصِيلَةٍ وَلَا حَامٍ ۙ وَلَٰكِنَّ الَّذِينَ كَفَرُوا يَفْتَرُونَ عَلَى اللَّهِ الْكَذِبَ ۖ وَأَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
અલ્લાહ તઆલાએ ન બહીરહને , ન સાઇબહને, ન વસીલહને, અને ન હામને હલાલ કર્યા છે, (આ તે જાનવરોના નામ છે જેને મક્કાના મુશરિક લોકો અલ્લાહ સિવાય બીજા પૂજ્યોના નામ લઇ કુરબાન કરતા હતા). પરંતુ જે લોકો ઇન્કાર કરનારા છે તે અલ્લાહ તઆલા પર જુઠ્ઠાણું બાંધે છે અને કેટલાય ઇન્કાર કરનારાઓ બુદ્ધિશાળી નથી
وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَىٰ مَا أَنْزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ قَالُوا حَسْبُنَا مَا وَجَدْنَا عَلَيْهِ آبَاءَنَا ۚ أَوَلَوْ كَانَ آبَاؤُهُمْ لَا يَعْلَمُونَ شَيْئًا وَلَا يَهْتَدُونَ
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ જે આદેશો અવતરિત કર્યા છે તેને અને પયગંબરની વાતને માનો, તો કહે છે કે અમારા માટે તે જ પૂરતુ છે જેના પર અમે અમારા પૂર્વજોને જોયા, તેઓના પૂર્વજો બુદ્ધિશાળી ન હતા અને સત્યમાર્ગનું અનુસરણ ન કરતા હતા
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا عَلَيْكُمْ أَنْفُسَكُمْ ۖ لَا يَضُرُّكُمْ مَنْ ضَلَّ إِذَا اهْتَدَيْتُمْ ۚ إِلَى اللَّهِ مَرْجِعُكُمْ جَمِيعًا فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
હે ઈમાનવાળાઓ ! પોતાની ચિંતા કરો, જ્યારે તમે સત્યમાર્ગ પર ચાલી રહ્યા હોય તો, જે વ્યક્તિ પથભ્રષ્ટ છે, તેનાથી તમને કંઈ નુકસાન નથી, અલ્લાહ તરફ જ તમારે સૌએ પાછા ફરવાનું છે, તે તમને સૌને બતાવી દેશે જે કંઈ તમે કરતા હતા
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا شَهَادَةُ بَيْنِكُمْ إِذَا حَضَرَ أَحَدَكُمُ الْمَوْتُ حِينَ الْوَصِيَّةِ اثْنَانِ ذَوَا عَدْلٍ مِنْكُمْ أَوْ آخَرَانِ مِنْ غَيْرِكُمْ إِنْ أَنْتُمْ ضَرَبْتُمْ فِي الْأَرْضِ فَأَصَابَتْكُمْ مُصِيبَةُ الْمَوْتِ ۚ تَحْبِسُونَهُمَا مِنْ بَعْدِ الصَّلَاةِ فَيُقْسِمَانِ بِاللَّهِ إِنِ ارْتَبْتُمْ لَا نَشْتَرِي بِهِ ثَمَنًا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۙ وَلَا نَكْتُمُ شَهَادَةَ اللَّهِ إِنَّا إِذًا لَمِنَ الْآثِمِينَ
હે ઈમાનવાળાઓ ! તમારી વચ્ચે બે વ્યક્તિની સાક્ષી હોવી યોગ્ય છે, જ્યારે કે તમારા માંથી કોઇનું મૃત્યુ આવી પહોંચે અને વસિયત કરવાનો સમય હોય, તે બે વ્યક્તિ સદાચારી હોય, ભલેને તમારા માંથી હોય અથવા બીજા માંથી, જો તમે કયાંક મુસાફરીમાં હોવ અને તમને મૃત્યુ આવી પહોંચે, જો તમને શંકા હોય તો તે બન્નેને નમાઝ પછી રોકી લો, પછી બન્ને અલ્લાહના સોગંદ ખાય કે અમે આ સોગંદના બદલામાં કોઇ ફાયદો લેવા નથી ઇચ્છતા, ભલેને કોઇ સંબંધી પણ હોય અને અલ્લાહની વાતનો અમે ભંગ નહીં કરીએ, અને અમે તેવી પરિસ્થિતિમાં ખૂબ જ પાપી બની જઇશું

Choose other languages: