Quran Apps in many lanuages:

Surah Al-Jumua Ayahs #8 Translated in Gujarati

ذَٰلِكَ فَضْلُ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۚ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
આ અલ્લાહની કૃપા છે જેના પર ઇચ્છે તેના પર પોતાની કૃપા કરે અને અલ્લાહ તઆલા ઘણી જ મોટી કૃપાઓનો માલીક છે
مَثَلُ الَّذِينَ حُمِّلُوا التَّوْرَاةَ ثُمَّ لَمْ يَحْمِلُوهَا كَمَثَلِ الْحِمَارِ يَحْمِلُ أَسْفَارًا ۚ بِئْسَ مَثَلُ الْقَوْمِ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِ اللَّهِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
જે લોકોને તોરાત નું અનુસરણ કરવાનું કહ્યું પછી તેઓએ તેનું અનુસરણ ન કર્યુ તેમનું ઉદાહરણ તે ગધેડા જેવી છે જેણે ઘણી જ પુસ્તકો ઉઠાવેલી હોય. અલ્લાહની વાતોને જુઠલાવવાવાળાઓ માટે ઘણું ખરાબ ઉદાહરણ છે. અને અલ્લાહ (આવી) અત્યાચારી કોમને માર્ગદર્શન આપતો નથી
قُلْ يَا أَيُّهَا الَّذِينَ هَادُوا إِنْ زَعَمْتُمْ أَنَّكُمْ أَوْلِيَاءُ لِلَّهِ مِنْ دُونِ النَّاسِ فَتَمَنَّوُا الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
કહીં દો કે હે યહુદીઓ ! જો તમે એવું વિચારતા હોય કે બીજા સિવાય તમે અલ્લાહના દોસ્ત છો તો તમે મૃત્યુની ઇચ્છા કરો જો તમે સાચ્ચા હોય
وَلَا يَتَمَنَّوْنَهُ أَبَدًا بِمَا قَدَّمَتْ أَيْدِيهِمْ ۚ وَاللَّهُ عَلِيمٌ بِالظَّالِمِينَ
આ લોકો કદાપિ મૃત્યુની ઇચ્છા નહીં કરે, જે કાર્યો તેઓએ પોતાના હાથ વડેઆગળ મોકલ્યા છે. અને અત્યાચારીઓને ખૂબ જ જાણે છે
قُلْ إِنَّ الْمَوْتَ الَّذِي تَفِرُّونَ مِنْهُ فَإِنَّهُ مُلَاقِيكُمْ ۖ ثُمَّ تُرَدُّونَ إِلَىٰ عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَيُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
કહીં દો કે જે મૃત્યુથી તમે ભાગતા ફરો છો તે તો તમને આવીને જ રહેશે, પછી તમે દરેક છુપી તથા ખુલ્લી (વાતો) નો જાણનાર (અલ્લાહ) ની તરફ પાછા ફેરવવામાં આવશો. અને તે તમારા કરેલા દરેક કાર્યો બતાવી દેશે

Choose other languages: