Quran Apps in many lanuages:

Surah Al-Hujraat Ayahs #11 Translated in Gujarati

وَاعْلَمُوا أَنَّ فِيكُمْ رَسُولَ اللَّهِ ۚ لَوْ يُطِيعُكُمْ فِي كَثِيرٍ مِنَ الْأَمْرِ لَعَنِتُّمْ وَلَٰكِنَّ اللَّهَ حَبَّبَ إِلَيْكُمُ الْإِيمَانَ وَزَيَّنَهُ فِي قُلُوبِكُمْ وَكَرَّهَ إِلَيْكُمُ الْكُفْرَ وَالْفُسُوقَ وَالْعِصْيَانَ ۚ أُولَٰئِكَ هُمُ الرَّاشِدُونَ
અને જાણી લો કે તમારી વચ્ચે અલ્લાહના પયગંબર હાજર છે, જો તે સામાન્ય રીતે તમારૂ કહ્યુ માને , ઘણા કાર્યોમાં તમે મુશ્કેલીમાં મુકાઇ જાવ, પરંતુ અલ્લાહ તઆલાએ ઇમાનને તમારા માટે પ્રિય બનાવી દીધુ છે અને તેને તમારા હૃદયોમાં શણગારી રાખ્યું છે, અને ઇન્કાર તથા પાપને તથા અવજ્ઞાને તમારા માટે તિરસ્કાર બનાવી દીધુ છે, આ જ લોકો સત્યમાર્ગ પર છે
فَضْلًا مِنَ اللَّهِ وَنِعْمَةً ۚ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
અલ્લાહ ના ઉપકાર અને ઇનામથી અને અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે
وَإِنْ طَائِفَتَانِ مِنَ الْمُؤْمِنِينَ اقْتَتَلُوا فَأَصْلِحُوا بَيْنَهُمَا ۖ فَإِنْ بَغَتْ إِحْدَاهُمَا عَلَى الْأُخْرَىٰ فَقَاتِلُوا الَّتِي تَبْغِي حَتَّىٰ تَفِيءَ إِلَىٰ أَمْرِ اللَّهِ ۚ فَإِنْ فَاءَتْ فَأَصْلِحُوا بَيْنَهُمَا بِالْعَدْلِ وَأَقْسِطُوا ۖ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُقْسِطِينَ
અને જો મુસલમાનોના બે જૂથ અંદર અંદર ઝઘડી પડે તો તેઓમાં મિલાપ કરાવી દો, પછી જો તે બન્ને માંથી એક બીજા (જૂથ) પર અત્યાચાર કરે તો તમે સૌ તે જૂથ સાથે જે અત્યાચાર કરે છે, લડાઇ કરો, ત્યાં સૂધી કે અલ્લાહના આદેશ તરફ પાછા ફરે, જો પાછા ફરે તો પછી ન્યાય સાથે મિલાપ કરાવી દો, અને ન્યાય કરો, નિ:શંક અલ્લાહ તઆલા ન્યાય કરવાવાળાઓને સાથી બનાવે છે
إِنَّمَا الْمُؤْمِنُونَ إِخْوَةٌ فَأَصْلِحُوا بَيْنَ أَخَوَيْكُمْ ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
(યાદ રાખો) સૌ મુસલમાન ભાઇ ભાઇ છે, બસ ! પોતાના બે ભાઇઓમાં મિલાપ કરાવી દો અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا يَسْخَرْ قَوْمٌ مِنْ قَوْمٍ عَسَىٰ أَنْ يَكُونُوا خَيْرًا مِنْهُمْ وَلَا نِسَاءٌ مِنْ نِسَاءٍ عَسَىٰ أَنْ يَكُنَّ خَيْرًا مِنْهُنَّ ۖ وَلَا تَلْمِزُوا أَنْفُسَكُمْ وَلَا تَنَابَزُوا بِالْأَلْقَابِ ۖ بِئْسَ الِاسْمُ الْفُسُوقُ بَعْدَ الْإِيمَانِ ۚ وَمَنْ لَمْ يَتُبْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
હે ઇમાનવાળાઓ ! કોઇ જૂથ બીજા જૂથ સાથે ઠઠ્ઠા-મસ્કરી ન કરે, શકય છે કે આ તેનાથી ઉત્તમ હોય અને ન સ્ત્રીઓ સ્ત્રીઓ સાથે, શકય છે તે તેણીઓથી ઉત્તમ હોય અને એકબીજાને ટોણા ન મારો અને ન કોઇને ખરાબ ઉપનામો વડે પોકારો, ઇમાન લાવ્યા પછી પાપનું નામ ખોટું છે અને જે તૌબા ન કરે તે જ અત્યાચારી લોકો છે

Choose other languages: