Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #93 Translated in Gujarati

وَلَمَّا جَاءَهُمْ كِتَابٌ مِنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ وَكَانُوا مِنْ قَبْلُ يَسْتَفْتِحُونَ عَلَى الَّذِينَ كَفَرُوا فَلَمَّا جَاءَهُمْ مَا عَرَفُوا كَفَرُوا بِهِ ۚ فَلَعْنَةُ اللَّهِ عَلَى الْكَافِرِينَ
અને તેઓ પાસે જ્યારે અલ્લાહ તઆલાની કિતાબ-તેઓની કિતાબને સત્ય ઠેરાવનારી આવી ગઇ, અને ઓળખી લીધા પછી પણ ઇન્કાર કરવા લાગ્યા, જો કે પહેલા આ લોકો પોતે (આના વડે) ઇન્કારીઓ ઉપર વિજય ઇચ્છતા હતા, અલ્લાહ તઆલાની ધિક્કાર થાય ઇન્કારીઓ ઉપર
بِئْسَمَا اشْتَرَوْا بِهِ أَنْفُسَهُمْ أَنْ يَكْفُرُوا بِمَا أَنْزَلَ اللَّهُ بَغْيًا أَنْ يُنَزِّلَ اللَّهُ مِنْ فَضْلِهِ عَلَىٰ مَنْ يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ فَبَاءُوا بِغَضَبٍ عَلَىٰ غَضَبٍ ۚ وَلِلْكَافِرِينَ عَذَابٌ مُهِينٌ
ઘણી જ ખરાબ છે તે વસ્તુ જેના બદલામાં તેઓએ પોતાને વેચી માર્યા, તે તેઓનું ઇન્કાર કરવું છે, અલ્લાહ તઆલા તરફથી અવતરિત કરેલ વસ્તુ સાથે ફકત એ વાતથી અદેખઇ કરતા કે અલ્લાહ તઆલાએ પોતાની કૃપા પોતાના જે બંદા પર ઇચ્છ્યું તેના પર કરી, તેના કારણે આ લોકો ગુસ્સા પર ગુસ્સાના લાયક થઇ ગયા અને તે ઇન્કારીઓ માટે અપમાનિત કરી દેનાર યાતના છે
وَإِذَا قِيلَ لَهُمْ آمِنُوا بِمَا أَنْزَلَ اللَّهُ قَالُوا نُؤْمِنُ بِمَا أُنْزِلَ عَلَيْنَا وَيَكْفُرُونَ بِمَا وَرَاءَهُ وَهُوَ الْحَقُّ مُصَدِّقًا لِمَا مَعَهُمْ ۗ قُلْ فَلِمَ تَقْتُلُونَ أَنْبِيَاءَ اللَّهِ مِنْ قَبْلُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
અને જ્યારે તેઓને કહેવામાં આવે છે કે અલ્લાહ તઆલાએ અવતરિત કરેલ કિતાબ પર ઇમાન લાવો તો કહે છે કે જે અમારા પર અવતરિત કરેલ છે તેના પર અમારૂ ઇમાન છે, જો કે ત્યાર પછી અવતરિત કરેલ કિતાબ સાથે જે તેઓની કિતાબની પુષ્ટી કરનારી છે, ઇન્કાર કરે છે, હાઁ તેઓ ને એવું તો કહો કે જો તમારૂ ઇમાન પહેલાની કિતાબો પર છે તો પછી તમે આગળના પયગંબરો ને કેમ કત્લ કર્યા
وَلَقَدْ جَاءَكُمْ مُوسَىٰ بِالْبَيِّنَاتِ ثُمَّ اتَّخَذْتُمُ الْعِجْلَ مِنْ بَعْدِهِ وَأَنْتُمْ ظَالِمُونَ
તમારી પાસે તો મૂસા આ જ પૂરાવા લઇને આવ્યા પરંતુ તો પણ તમે વાછરડાની પુજા કરી, તમે છો જ અત્યાચારી
وَإِذْ أَخَذْنَا مِيثَاقَكُمْ وَرَفَعْنَا فَوْقَكُمُ الطُّورَ خُذُوا مَا آتَيْنَاكُمْ بِقُوَّةٍ وَاسْمَعُوا ۖ قَالُوا سَمِعْنَا وَعَصَيْنَا وَأُشْرِبُوا فِي قُلُوبِهِمُ الْعِجْلَ بِكُفْرِهِمْ ۚ قُلْ بِئْسَمَا يَأْمُرُكُمْ بِهِ إِيمَانُكُمْ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
જ્યારે અમે તમારાથી વચન લીધું અને તમારા પર તૂરને ઉભો કરી દીધો (અને કહી દીધું) કે અમારી આપેલી વસ્તુને મજબુત પકડી રાખો, અને સાંભળો ! તો તેઓએ કહ્યું અમે સાંભળ્યુ અને અવજ્ઞા કરી અને તેઓના હૃદયોમાં વાછરડાનો પ્રેમ ઠોસી દેવામાં આવ્યો, તેઓના ઇન્કારના કારણે, તેઓને કહીં દો કે તમારૂ ઇમાન તમને ખોટો આદેશ આપી રહ્યો છે, જો તમે ઇમાનવાળા હોય

Choose other languages: