Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #216 Translated in Gujarati

زُيِّنَ لِلَّذِينَ كَفَرُوا الْحَيَاةُ الدُّنْيَا وَيَسْخَرُونَ مِنَ الَّذِينَ آمَنُوا ۘ وَالَّذِينَ اتَّقَوْا فَوْقَهُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَاللَّهُ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
ઇન્કારીઓ માટે દૂનિયાનું જીવન ઘણું જ શણગારવામાં આવ્યું છે, તે ઇમાનવાળાઓની ઠઠ્ઠા-મશકરી કરે છે, જો કે ડરવાવાળાઓ કયામત દિવસે તેઓથી ઉત્તમ હશે, અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે ઘણી જ રોજી આપે છે
كَانَ النَّاسُ أُمَّةً وَاحِدَةً فَبَعَثَ اللَّهُ النَّبِيِّينَ مُبَشِّرِينَ وَمُنْذِرِينَ وَأَنْزَلَ مَعَهُمُ الْكِتَابَ بِالْحَقِّ لِيَحْكُمَ بَيْنَ النَّاسِ فِيمَا اخْتَلَفُوا فِيهِ ۚ وَمَا اخْتَلَفَ فِيهِ إِلَّا الَّذِينَ أُوتُوهُ مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ بَغْيًا بَيْنَهُمْ ۖ فَهَدَى اللَّهُ الَّذِينَ آمَنُوا لِمَا اخْتَلَفُوا فِيهِ مِنَ الْحَقِّ بِإِذْنِهِ ۗ وَاللَّهُ يَهْدِي مَنْ يَشَاءُ إِلَىٰ صِرَاطٍ مُسْتَقِيمٍ
અસલમાં લોકો એક જ જૂથ હતા અલ્લાહ તઆલાએ પયગંબરોને શુભસુચના આપનારા અને ડરાવનારા બનાવીને મોકલ્યા અને તેઓની સાથે-સાથે સાચી કિતાબ અવતરિત કરી, જેથી લોકોના દરેક ઝઘડાનો નિર્ણય આવી જાય અને ફકત તે જ લોકોએ- જેમને કિતાબ આપવામાં આવી હતી પોતાની પાસે પુરાવા આવી ગયા છતાં અંદર અંદર ખારના કારણે તેમાં ઝઘડો કર્યો, એટલા માટે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને આ ઝઘડામાં પણ સત્ય તરફ પોતાની ઇચ્છા વડે માર્ગદર્શન આપ્યું અને અલ્લાહ તઆલા જેને ઇચ્છે સત્ય માર્ગદર્શન આપે છે
أَمْ حَسِبْتُمْ أَنْ تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَأْتِكُمْ مَثَلُ الَّذِينَ خَلَوْا مِنْ قَبْلِكُمْ ۖ مَسَّتْهُمُ الْبَأْسَاءُ وَالضَّرَّاءُ وَزُلْزِلُوا حَتَّىٰ يَقُولَ الرَّسُولُ وَالَّذِينَ آمَنُوا مَعَهُ مَتَىٰ نَصْرُ اللَّهِ ۗ أَلَا إِنَّ نَصْرَ اللَّهِ قَرِيبٌ
શું તમે એવું વિચારી બેઠાછો કે જન્નતમાં ચાલ્યા જશો જો કે હજુ સુધી તમારા પર તે સ્થિતી નથી આવી જે તમારા પુર્વજો પર આવી હતી, તેઓને બિમારીઓ અને તકલીફો પહોંચી અને તે ત્યાં સુધી હલાવી નાખવામાં આવ્યા કે પયગંબર અને તેઓની સાથે ઇમાનવાળાઓ કહેવા લાગ્યા કે અલ્લાહ ની મદદ ક્યારે આવશે ? સાંભળો કે અલ્લાહ ની મદદ નજીક જ છે
يَسْأَلُونَكَ مَاذَا يُنْفِقُونَ ۖ قُلْ مَا أَنْفَقْتُمْ مِنْ خَيْرٍ فَلِلْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ ۗ وَمَا تَفْعَلُوا مِنْ خَيْرٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
તમને સવાલ કરે છે કે તે શું ખર્ચ કરે ? તમે કહી દો કે જે ધન તમે ખર્ચ કરો તે માતા-પિતા માટે છે અને સગા-સબંધી અને અનાથો, લાચારો અને મુસાફરો માટે છે અને તમે જે કંઇ પણ ભલાઇ કરશો અલ્લાહ તઆલા તે જાણે છે
كُتِبَ عَلَيْكُمُ الْقِتَالُ وَهُوَ كُرْهٌ لَكُمْ ۖ وَعَسَىٰ أَنْ تَكْرَهُوا شَيْئًا وَهُوَ خَيْرٌ لَكُمْ ۖ وَعَسَىٰ أَنْ تُحِبُّوا شَيْئًا وَهُوَ شَرٌّ لَكُمْ ۗ وَاللَّهُ يَعْلَمُ وَأَنْتُمْ لَا تَعْلَمُونَ
તમારા પર જેહાદ જરૂરી કરવામાં આવ્યું છે ભલેને તે તમને કઠણ લાગે, શક્ય છે કે તમે કોઇ વસ્તુને ખરાબ સમજો અને ખરેખર તે તમારા માટે સારી હોય અને આ પણ શક્ય છે કે તમે કોઇ વસ્તુને સારી સમજો પરંતુ તે તમારા માટે ખરાબ હોય, સાચું જ્ઞાન અલ્લાહને જ છે, તમે અજાણ છો

Choose other languages: