Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #139 Translated in Gujarati

وَقَالُوا كُونُوا هُودًا أَوْ نَصَارَىٰ تَهْتَدُوا ۗ قُلْ بَلْ مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۖ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
આ લોકો કહે છે કે યહુદી અને ઇસાઇ બની જાવો તો સત્યમાર્ગ પામશો, તમે કહો ૅં પરંતુ સત્યમાર્ગ પર ઇબ્રાહીમના સમૂદાયના લોકો છે અને ઇબ્રાહીમ ફકત અલ્લાહની જ બંદગી કરતા હતા અને મુશરિક ન હતા
قُولُوا آمَنَّا بِاللَّهِ وَمَا أُنْزِلَ إِلَيْنَا وَمَا أُنْزِلَ إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَمَا أُوتِيَ النَّبِيُّونَ مِنْ رَبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
હે મુસલમાનો ! તમે સૌ કહો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર પણ જે અમારી તરફ અવતરિત કરવામાં આવી છે અને જે વસ્તુ ઇબ્રાહીમ (અ.સ.), ઇસ્માઇલ (અ.સ.), ઇસ્હાક (અ.સ.), યાકુબ (અ.સ.) અને તેઓના સંતાન પર અવતરિત કરવામાં આવી અને જે કંઇ પણ અલ્લાહની તરફથી મૂસા (અ.સ.) અને ઇસા (અ.સ.) અને બીજા પયગંબરો પર અવતરિત કરવામાં આવ્યું અમે તેઓ માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે અલ્લાહના આજ્ઞાકારી છે
فَإِنْ آمَنُوا بِمِثْلِ مَا آمَنْتُمْ بِهِ فَقَدِ اهْتَدَوْا ۖ وَإِنْ تَوَلَّوْا فَإِنَّمَا هُمْ فِي شِقَاقٍ ۖ فَسَيَكْفِيكَهُمُ اللَّهُ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
જો તેઓ તમારી માફક ઇમાન લાવે તો માર્ગદર્શન પામે અને જો મોઢું ફેરવે તો તે ખુલ્લા વિરોધી છે, અલ્લાહ તઆલા તેઓ માટે નજીક માંજ તમારા તરફથી પુરતો થઇ જશે અને તે બધું જ સાંભળનાર અને જાણનાર છે
صِبْغَةَ اللَّهِ ۖ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً ۖ وَنَحْنُ لَهُ عَابِدُونَ
અલ્લાહ ના રંગને અપનાવો અને અલ્લાહથી ઉત્તમ રંગ કોનો હોઇ શકે ? અમે તો તેની જ બંદગી કરવાવાળા છે
قُلْ أَتُحَاجُّونَنَا فِي اللَّهِ وَهُوَ رَبُّنَا وَرَبُّكُمْ وَلَنَا أَعْمَالُنَا وَلَكُمْ أَعْمَالُكُمْ وَنَحْنُ لَهُ مُخْلِصُونَ
તમે કહી દો શું તમે અમારી સાથે અલ્લાહ બાબતે ઝઘડો કરો છો જે અમારો અને તમારો પાલનહાર છે, અમારા માટે અમારા કાર્યો અને તમારા માટે તમારા કાર્યો છે, અમે તો તેના માટે જ નિખાલસ છે

Choose other languages: