Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #128 Translated in Gujarati

وَإِذِ ابْتَلَىٰ إِبْرَاهِيمَ رَبُّهُ بِكَلِمَاتٍ فَأَتَمَّهُنَّ ۖ قَالَ إِنِّي جَاعِلُكَ لِلنَّاسِ إِمَامًا ۖ قَالَ وَمِنْ ذُرِّيَّتِي ۖ قَالَ لَا يَنَالُ عَهْدِي الظَّالِمِينَ
જ્યારે ઇબ્રાહીમ (અ.સ.) ની તેમના પાલનહારે કેટલીય વાતોમાં કસોટી કરી અને તેઓ દરેક કસોટીમાં ખરા ઉતર્યા, તો અલ્લાહએ ફરમાવ્યું કે હું તમને લોકોનો સરદાર બનાવી દઇશ, કહેવા લાગ્યા અને મારા સંતાનને, ફરમાવ્યું મારૂ વચન અત્યાચારી લોકો માટે નથી
وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِلنَّاسِ وَأَمْنًا وَاتَّخِذُوا مِنْ مَقَامِ إِبْرَاهِيمَ مُصَلًّى ۖ وَعَهِدْنَا إِلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ أَنْ طَهِّرَا بَيْتِيَ لِلطَّائِفِينَ وَالْعَاكِفِينَ وَالرُّكَّعِ السُّجُودِ
અમે અલ્લાહના ઘર (બૈયતુલ્લાહ) ને લોકો માટે ષવાબ અને શાંતિની જગ્યા બનાવી, તમે ઇબ્રાહીમની જગ્યાએ જાઓ, નમાજ પઢો, અમે ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) પાસેથી વચન લીધું કે તમે મારા ઘરને તવાફ કરવાવાળા અને એઅતેકાફ કરવાવાળા અને રૂકુઅ-સિજદો કરવાવાળાઓ માટે પાક-સાફ રાખો
وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا بَلَدًا آمِنًا وَارْزُقْ أَهْلَهُ مِنَ الثَّمَرَاتِ مَنْ آمَنَ مِنْهُمْ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ ۖ قَالَ وَمَنْ كَفَرَ فَأُمَتِّعُهُ قَلِيلًا ثُمَّ أَضْطَرُّهُ إِلَىٰ عَذَابِ النَّارِ ۖ وَبِئْسَ الْمَصِيرُ
જ્યારે ઇબ્રાહીમે કહ્યું હે પાલનહાર ! તું આ જગ્યાને શાંતિવાળુ શહેર બનાવ અને અહીંયાના રહેવાસીઓને જે અલ્લાહ તઆલા પર અને કયામતના દિવસ પર ઇમાન ધરાવનારા હોય ફળોની રોજી આપ. અલ્લાહ તઆલાએ ફરમાવ્યું હું ઇન્કારીઓને પણ થોડોક ફાયદો આપીશ, પછી તેઓને આગની યાતના તરફ લાચાર કરી દઇશ, આ જગ્યા ખરાબ છે
وَإِذْ يَرْفَعُ إِبْرَاهِيمُ الْقَوَاعِدَ مِنَ الْبَيْتِ وَإِسْمَاعِيلُ رَبَّنَا تَقَبَّلْ مِنَّا ۖ إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ
ઇબ્રાહીમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.) કાબાના પાયા અને દિવાલ બનાવતા જતા હતા અને કહેતા હતા અમારા પાલનહાર તું અમારાથી કબુલ કરી લેં, તું જ સાંભળનાર અને જાણનાર છે
رَبَّنَا وَاجْعَلْنَا مُسْلِمَيْنِ لَكَ وَمِنْ ذُرِّيَّتِنَا أُمَّةً مُسْلِمَةً لَكَ وَأَرِنَا مَنَاسِكَنَا وَتُبْ عَلَيْنَا ۖ إِنَّكَ أَنْتَ التَّوَّابُ الرَّحِيمُ
હે અમારા પાલનહાર ! અમને તારો આજ્ઞાકારી બનાવી લેં અને અમારા સંતાન માંથી પણ એક જૂથને પોતાના આજ્ઞાકારી બનાવ અને અમને પોતાની બંદગી શિખવાડ અને અમારી તૌબા કબૂલ કર, તું તૌબા કબૂલ કરવાવાળો અને દયા કરવાવાળો છે

Choose other languages: