Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #52 Translated in Gujarati

وَإِذْ زَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ وَقَالَ لَا غَالِبَ لَكُمُ الْيَوْمَ مِنَ النَّاسِ وَإِنِّي جَارٌ لَكُمْ ۖ فَلَمَّا تَرَاءَتِ الْفِئَتَانِ نَكَصَ عَلَىٰ عَقِبَيْهِ وَقَالَ إِنِّي بَرِيءٌ مِنْكُمْ إِنِّي أَرَىٰ مَا لَا تَرَوْنَ إِنِّي أَخَافُ اللَّهَ ۚ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
જ્યારે શેતાન તેઓના કાર્યોને તેમના માટે ઉત્તમ બતાવી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે લોકો માંથી કોઇ પણ આજે તમારા પર વિજય પ્રાપ્ત નથી કરી શકતા, હું પોતે પણ તમારી મદદ કરનાર છું, પરંતુ જ્યારે બન્ને લશ્કર સામ-સામે આવી ગયા તો, પોતાની એડી વડે પાછળ હટી ગયો અને કહેવા લાગ્યો કે હું તો તમારાથી અળગો છું, હું તે જોઇ રહ્યો છું જે તમે નથી જોઇ રહ્યા, હું અલ્લાહથી ડરુ છું અને અલ્લાહ તઆલા સખત યાતના આપનાર છે
إِذْ يَقُولُ الْمُنَافِقُونَ وَالَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ غَرَّ هَٰؤُلَاءِ دِينُهُمْ ۗ وَمَنْ يَتَوَكَّلْ عَلَى اللَّهِ فَإِنَّ اللَّهَ عَزِيزٌ حَكِيمٌ
જ્યારે ઢોંગીઓ કહી રહ્યા હતા અને તેઓ પણ જેઓના હૃદયોમાં બિમારી હતી, કે તેઓને તેઓના ધર્મએ ધોકામાં રાખ્યા છે, જે કોઇ અલ્લાહ પર ભરોસો કરે, નિ:શંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે
وَلَوْ تَرَىٰ إِذْ يَتَوَفَّى الَّذِينَ كَفَرُوا ۙ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ وَذُوقُوا عَذَابَ الْحَرِيقِ
કાશ કે તમે જોતાં જ્યારે ફરિશ્તાઓ ઇન્કાર કરનારાઓના પ્રાણ કાઢી રહ્યા હતા, તેઓના ચહેરા પર અને થાપા પર માર મારે છે, (અને કહે છે) કે તમે બળવાની સજા ભોગવો
ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ
આ એ (કાર્યો)ના બદલામાં જે તમારા હાથોએ પહેલાથી જ મોકલી રાખ્યા છે, નિ:શંક અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી
كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
ફિરઔનના લોકોની સ્થિતિ જેવી અને તેમના આગળના લોકો જેવી, કે તેઓએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, બસ ! અલ્લાહએ તેમના પાપોના કારણે તેઓને પકડી લીધા, અલ્લાહ તઆલા ખરેખર તાકાતવાળો અને સખત યાતના આપનાર છે

Choose other languages: