Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #37 Translated in Gujarati

وَمَا كَانَ اللَّهُ لِيُعَذِّبَهُمْ وَأَنْتَ فِيهِمْ ۚ وَمَا كَانَ اللَّهُ مُعَذِّبَهُمْ وَهُمْ يَسْتَغْفِرُونَ
અને અલ્લાહ તઆલા એવું નહીં કરે, તેઓને માટે તમારા હોવા છતાં પ્રકોપ ઉતારે અને અલ્લાહ તેઓને સજા નહીં આપે તેવી સ્થિતિ માં કે તેઓ માફી પણ માંગતા હોય
وَمَا لَهُمْ أَلَّا يُعَذِّبَهُمُ اللَّهُ وَهُمْ يَصُدُّونَ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَمَا كَانُوا أَوْلِيَاءَهُ ۚ إِنْ أَوْلِيَاؤُهُ إِلَّا الْمُتَّقُونَ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
અને તેઓમાં એવી કેવી વાત છે જેના કારણે અલ્લાહ તઆલા તેમને સજા ન આપે, જો કે તે લોકો મસ્જિદે હરામમાં જવાથી રોકે છે, જ્યારે કે તે લોકો તે મસ્જિદના દેખરેખ રાખનાર નથી, તેની દેખરેખ રાખનાર ફકત ડરવાવાળા લોકો છે, પરંતુ તેઓમાં વધારે પડતા લોકો અજ્ઞાન છે
وَمَا كَانَ صَلَاتُهُمْ عِنْدَ الْبَيْتِ إِلَّا مُكَاءً وَتَصْدِيَةً ۚ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُونَ
અને તેઓની નમાઝ કાબા પાસે ફકત એ હતી , સીટીઓ મારવી અને તાળીઓ પાડવી, તો પોતાના ઇન્કારના કારણે આ યાતનાનો સ્વાદ ચાખો
إِنَّ الَّذِينَ كَفَرُوا يُنْفِقُونَ أَمْوَالَهُمْ لِيَصُدُّوا عَنْ سَبِيلِ اللَّهِ ۚ فَسَيُنْفِقُونَهَا ثُمَّ تَكُونُ عَلَيْهِمْ حَسْرَةً ثُمَّ يُغْلَبُونَ ۗ وَالَّذِينَ كَفَرُوا إِلَىٰ جَهَنَّمَ يُحْشَرُونَ
નિ:શંક આ ઇન્કાર કરનારાઓ પોતાના ધનને એટલા માટે ખર્ચ કરે છે કે લોકોને અલ્લાહના માર્ગથી રોકે, તો આ લોકો પોતાના ધનને ખર્ચ કરતા જ રહેશે, પછી તે ધન તેઓ માટે નિરાશાનું કારણ બની જશે. પછી હારી જશે અને ઇન્કાર કરનારાઓને જહન્નમ તરફ ભેગા કરવામાં આવશે
لِيَمِيزَ اللَّهُ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ وَيَجْعَلَ الْخَبِيثَ بَعْضَهُ عَلَىٰ بَعْضٍ فَيَرْكُمَهُ جَمِيعًا فَيَجْعَلَهُ فِي جَهَنَّمَ ۚ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
જેથી અલ્લાહ તઆલા અપવિત્ર લોકોને પવિત્ર લોકોથી અલગ કરી દે અને અપવિત્રોને એક-બીજા સાથે ભેળવી દે, બસ ! તે સૌને એકઠા કરી દે, પછી તે સૌને જહન્નમમાં નાખી દે, આવા લોકો સંપૂર્ણ નુકસાનમાં છે

Choose other languages: