Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #141 Translated in Gujarati

وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
અને આવી જ રીતે ઘણા મુશરિકો ના વિચારમાં તેઓના પૂજ્યોએ તેઓના સંતાનની હત્યા કરવાને સુંદર બનાવી દીધી છે, જેથી તે તેમને નષ્ટ કરી દે અને જેથી તેમને તેમના ધર્મ વિશે શંકામાં નાંખી દે અને જો અલ્લાહ ઇચ્છતો તો આ લોકો આવું કાર્ય ન કરતા, તો તમે તેઓને અને જે કંઈ તેઓ ખોટી વાતો કહી રહ્યા છે, આમ જ રહેવા દો
وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَا يَطْعَمُهَا إِلَّا مَنْ نَشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِمْ بِمَا كَانُوا يَفْتَرُونَ
અને તેઓ પોતાના વિચારો દ્વારા એમ પણ કહે છે કે આ કેટલાક જાનવરો અને ખેતરો છે જેનો વપરાશ દરેક લોકો માટે નથી, તેઓને કોઇ નથી ખાઈ શકતું ફકત તે જ લોકો (ખાઈ શકે છે) જેને અમે ઇચ્છીએ અને જાનવરો છે જેના પર સવારી અને ભાર ઉઠાવવાને હરામ કરી દીધું અને કેટલાક જાનવરો છે જેના પર આ લોકો અલ્લાહ તઆલાનું નામ નથી લેતા, ફકત અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, હવે અલ્લાહ તઆલા તેઓના જૂઠની સજા આપી દેશે
وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِنْ يَكُنْ مَيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
અને તેઓ કહે છે કે જે વસ્તુ તે જાનવરોના પેટમાં છે, તે ફકત અમારા પુરુષો માટે જ છે, અને અમારી સ્ત્રીઓ પર હરામ છે અને જો મૃત છે તો તેમાં સૌનો ભાગ છે, હવે અલ્લાહ તેઓને તેમના જૂઠાણાંની સજા આપી દેશે, નિ:શંક તે હિકમતવાળો અને ઘણો જ જ્ઞાની છે
قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
ખરેખર તેઓ નુકસાનમાં પડી ગયા, જેમણે પોતાના સંતાનને ફકત અજ્ઞાનતા અને મૂર્ખતાના કારણે કતલ કરી દીધા, અને જે વસ્તુ તે લોકોને અલ્લાહએ ખાવા-પીવા માટે આપી, તેને હરામ ઠેરવી દીધી, અલ્લાહ પર જૂઠાણું ઠેરાવવાના કારણે, નિ:શંક આ લોકો પથભ્રષ્ટતામાં પડી ગયા અને ક્યારેય સત્યમાર્ગ પર ચાલવાવાળા ન બન્યા
وَهُوَ الَّذِي أَنْشَأَ جَنَّاتٍ مَعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِنْ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
અને તે જ છે જેણે બગીચાઓ બનાવ્યા, તેના પર વેલ ચઢાવવામાં આવી છે અને તેવા (બગીચાઓ) પણ, જેમના પર વેલ ચઢાવવામાં આવી નથી, અને ખજૂરના વૃક્ષો, અને ખેતરો જેમાં ખાવાની વસ્તુઓ અલગ-અલગ પ્રકારની હોય છે અને ઝૈતૂન અને દાડમ, જે સમાન હોય છે અને અસમાન પણ હોય, તે દરેક પ્રકારના ફળો માંથી ખાઓ જ્યારે તે ઉગે અને તેમાં જે હક જરૂરી છે, તે તેમની કાપણી વખતે આપી દો, અને હદ વટાવી જનાર ન બનો, ખરેખર તે (અલ્લાહ) હદ વટાવી જનારને પસંદ નથી કરતો

Choose other languages: