Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #117 Translated in Gujarati

وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُمْ مُقْتَرِفُونَ
અને જેથી તેની તરફ તે લોકોના હૃદયો ઝૂકી જાય, જેઓ આખેરત પર ઈમાન નથી ધરાવતા અને જેથી તેને પસંદ કરી લે અને જે (બૂરાઈ) તે લોકો કરવા ઇચ્છે છે તે કરે
أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنْزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِنْ رَبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
તો શું અલ્લાહ સિવાય કોઇ બીજા નિર્ણય કરનારને શોધું ? જો કે તે એવો છે કે તેણે એક પૂરી કિતાબ તમારી પાસે અવતરિત કરી, તેના પાઠોનું ખૂબ સ્પષ્ટ રીતે વર્ણન કર્યુ છે અને જે લોકોને અમે કિતાબ આપી છે તે, આ વાતને ચોક્કસપણે જાણે છે કે આ (કુરઆન) તમારા પાલનહારે સત્ય સાથે અવતરિત કર્યું છે. તો તમે શંકા કરવાવાળાઓ માંથી ન થઇ જાવ
وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળનાર, જાણનાર છે
وَإِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبِيلِ اللَّهِ ۚ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
અને દુનિયામાં વધારે પડતા લોકો એવા છે કે જો તમે તેઓનું કહેવું માનવા લાગો, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી હટાવી દેશે, તે ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَنْ يَضِلُّ عَنْ سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી જાય છે. અને તે તેઓને પણ ખૂબ સારી રીતે જાણે છે જે લોકો તેના માર્ગ પર ચાલે છે

Choose other languages: