Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #65 Translated in Gujarati

فَمَنْ حَاجَّكَ فِيهِ مِنْ بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنْفُسَنَا وَأَنْفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَلْ لَعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
એટલા માટે જે વ્યક્તિ તમારી પાસે આ જ્ઞાન આવી ગયા છતાં પણ તમારી સાથે આ બાબતે ઝઘડો કરે તો તમે કહી દો કે આવો ! અમે અને તમે પોત પોતાના સંતાનોને તથા અમે અને તમે પોત-પોતાની સ્ત્રીઓને તથા અમે અને તમે પોત-પોતાના જીવોને ખાસ કરીને બોલાવી લઇએ, પછી આપણે નમ્રતાથી દરખાસ્ત કરીએ અને જૂઠાઓ પર અલ્લાહની લઅનત (ફીટકાર) કરીએ
إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
નિંશંક ફકત આ જ સાચી વાત છે અને કોઇ સાચો પૂજય નથી અલ્લાહ તઆલા સિવાય અને નિંશંક વિજયી અને હિકમતવાળો અલ્લાહ તઆલા જ છે
فَإِنْ تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
પછી પણ જો ન સ્વીકારે તો અલ્લાહ તઆલા પણ ખુલ્લી રીતે વિદ્રોહીઓને જાણનાર છે
قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ ۚ فَإِنْ تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
તમે કહી દો કે હે કિતાબવાળાઓ ! એવી ન્યાયવાળી વાત તરફ આવો જે અમારા અને તમારામાં સમાન છે, કે આપણે અલ્લાહ તઆલા સિવાય કોઇની બંદગી ન કરીએ, ન તેની સાથે કોઇને ભાગીદાર ઠેરવીએ, ન તો અલ્લાહ તઆલાને છોડીને અંદર અંદર એકબીજાને જ પુજ્ય બનાવીએ, બસ ! જો તેઓ મોઢું ફેરવી લેં તો તમે કહી દો કે સાક્ષી રહો અમે તો મુસલમાન છે
يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنْزِلَتِ التَّوْرَاةُ وَالْإِنْجِيلُ إِلَّا مِنْ بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
કિતાબવાળાઓ ! તમે ઇબ્રાહીમ (અ.સ.) વિશે કેમ ઝગડો કરી રહ્યા છો, જ્યારે કે તૌરાત અને ઇન્જીલ તો તેમના પછી અવતરિત કરવામાં આવી, શું તમે તે પણ નથી સમજતા

Choose other languages: