Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #186 Translated in Gujarati

ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِلْعَبِيدِ
આ તમારા કરેલા કાર્યોનો બદલો છે અને અલ્લાહ તઆલા પોતાના બંદાઓ પર અત્યાચાર કરવાવાળો નથી
الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِنْ قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
આ તે લોકો છે જેમણે કહ્યું કે અલ્લાહ તઆલાએ અમને આદેશ આપ્યો છે કે કોઇ પયગંબરનું અનુસરણ ત્યાં સુધી નહી કરીએ જ્યાં સુધી તે અમારી પાસે એવી કુરબાની ન લાવી દે જેને આગ ખાઇ જાય, તમે કહી દો કે જો તમે સાચા છો તો મારા કરતા પહેલા તમારી પાસે જે પયગંબર બીજા ચમત્કારો સાથે આવી વસ્તુ પણ લાવ્યા જે તમે કહી રહ્યા છો, તો પછી તમે તેઓને કેમ કત્લ કરી નાખ્યા
فَإِنْ كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِنْ قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ
તો પણ આ લોકો તમને જુઠલાવે તો તમારા પહેલા પણ ઘણા પયગંબરોને જુઠલાવવામાં આવ્યા છે જે ખુલ્લા પુરાવા, (આસ્માની) પુસ્તિકાઓ અને પ્રકાશિત કિતાબ લઇને આવ્યા
كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَنْ زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
દરેક જીવને મૃત્યુનો સ્વાદ ચાખવાનો છે અને કયામતના દિવસે તમને પોતાનો પુરો બદલો આપવામાં આવશે. બસ ! જે વ્યક્તિ આગથી બચાવી લેવામાં આવ્યો અને જન્નતમાં દાખલ કરી દેવામાં આવ્યો, ખરેખર તે સફળ થઇ ગયો અને દુનિયાનું જીવન તો ફકત ધોકો જ છે
لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنْفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِنْ قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِنْ تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
નિંશંક તમારા ધન અને પ્રાણો વડે તમારી કસોટી કરવામાં આવશે અને આ પણ સત્ય છે કે તમને તે લોકોની જે લોકોને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અને મુશરિકોની ઘણી જ દુંખદાયક વાતો પણ સાંભળવી પડશે અને જો તમે ધીરજ રાખો અને ડરવા લાગો તો ખરેખર આ ઘણી જ હિમ્મતવાળુ કાર્ય છે

Choose other languages: