Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #168 Translated in Gujarati

لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِنْ أَنْفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِنْ كَانُوا مِنْ قَبْلُ لَفِي ضَلَالٍ مُبِينٍ
નિંશંક મુસલમાનો પર અલ્લાહ તઆલાનો મોટો ઉપકાર છે કે તેમના માંથી એક પયગંબર મોકલ્યા, જે તેઓને તેની આયતો પઢીને સંભળાવે છે અને તેઓને પવિત્ર કરે છે અને તેઓને કિતાબ અને હિકમત શિખવાડે છે, ખરેખર આ પહેલા તે સૌ ખુલ્લી પથભ્રષ્ટતામાં હતા
أَوَلَمَّا أَصَابَتْكُمْ مُصِيبَةٌ قَدْ أَصَبْتُمْ مِثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِنْدِ أَنْفُسِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(શું વાત છે) કે જ્યારે તમને એક એવી તકલીફ પહોંચી કે તમે તેઓને આવી જ બે તકલીફો (યુધ્ધમાં) પહોંચાડી ચુકયા છો, તો આ લોકો કહેવા લાગ્યા કે આ ક્યાંથી આવી ? તમે કહી દો કે આ પોતે તમારા તરફથી છે. નિંશંક અલ્લાહ તઆલા દરેક કાર્ય પર શક્તિ ધરાવે છે
وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ
અને તમને જે કંઇ તે દિવસે થયું જે દિવસે બે જૂથો વચ્ચે યુધ્ધ થયું હતું આ બધું અલ્લાહ ના આદેશ પ્રમાણે હતું અને એટલા માટે કે અલ્લાહ તઆલા ઇમાનવાળાઓને ખુલ્લી રીતે જાણી લેં
وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِمْ مَا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ
અને ઢોંગીઓને પણ જાણી લઇએ, જેમને કહેવામાં આવ્યું કે અલ્લાહના માર્ગમાં જેહાદ કરો, અથવા ઇન્કારીઓને દુર કરો, તો તેઓ કહેવા લાગ્યા કે જો અમે યુધ્ધ કરવાનું જાણતા હોત તો જરૂર સાથ આપતા, તેઓ તે દિવસે ઇમાન કરતા ઇન્કારથી વધારે નજીક હતા, પોતાના મોઢાઓથી તે વાતો કહે છે જે તેઓના હૃદયોમાં નથી અને અલ્લાહ તઆલા ખુબ જ જાણે છે જેને તેઓ છૂપાવે છે
الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنْفُسِكُمُ الْمَوْتَ إِنْ كُنْتُمْ صَادِقِينَ
આ તે લોકો છે જેઓ પોતે પણ બેસી રહ્યા અને પોતાના ભાઇઓ વિશે કહ્યું કે જો તેઓ પણ અમારી વાત માની લેતા તો કત્લ કરવામાં ન આવતા. કહી દો કે જો તમે સાચા હોય તો પોતાનું મૃત્યુ હટાવી બતાવો

Choose other languages: