Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #154 Translated in Gujarati

بَلِ اللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ
પરંતુ અલ્લાહ જ તમારો દોસ્ત છે અને તે જ ઉત્તમ મદદ કરનાર છે
سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ
અમે નજીક માંજ ઇન્કારીઓના હૃદયોમાં ભય નાખી દઇશું, તે કારણે કે આ લોકો અલ્લાહ સાથે તે વસ્તુઓને ભાગીદાર ઠેરવે છે જેના કોઇ પુરાવા અલ્લાહ તઆલાએ નથી ઉતાર્યા, તેઓનું ઠેકાણું જહન્નમ છે. અને તે અત્યાચારી લોકોનું ખરાબ ઠેકાણું છે
وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُمْ بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُمْ مِنْ بَعْدِ مَا أَرَاكُمْ مَا تُحِبُّونَ ۚ مِنْكُمْ مَنْ يُرِيدُ الدُّنْيَا وَمِنْكُمْ مَنْ يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنْكُمْ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ
અલ્લાહ તઆલાએ તમારી સાથેનું પોતાનું વચન સાચું કરી બતાવ્યું, જ્યારે કે તમે તેના આદેશથી તેમને કાપી રહ્યા હતા, અહીં સુધી કે જ્યારે તમે કમજોરી દાખવી અને કાર્યમાં ઝગડો કરવા લાગ્યા અને અવજ્ઞા કરી, તે પછી કે તેણે (અલ્લાહ) તમારી મનેચ્છાની વસ્તુ તમને બતાવી. તમારા માંથી કેટલાક દુનિયા ઇચ્છતા હતા, અને કેટલાકનો ઇરાદો આખેરતનો હતો, તો પછી તેણે (અલ્લાહ) તમને તેમનાથી ફેરવી નાખ્યા જેથી તમારી કસોટી કરીએ અને નિંશંક તેણે (અલ્લાહ) તમારી ભુલોને માફ કરી દીધી અને ઇમાનવાળાઓ માટે અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે
إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
જ્યારે કે તમે ભાગદોડ કરી રહ્યા હતા અને તમે કોઇની તરફ ધ્યાન પણ નહતા કરતા, અને અલ્લાહ તઆલાના પયગંબર તમને તમારી પાછળથી અવાજ આપી રહ્યા હતા, બસ ! તમને ઉદાસી પહોંચી, જેથી તમે છુટી ગયેલી વસ્તુ પર ઉદાસ ન થાઓ, અને ન પહોંચનારી (તકલીફ) પર ઉદાસ થાઓ, અલ્લાહ તઆલાને તમારા દરેક કાર્યોની જાણ છે
ثُمَّ أَنْزَلَ عَلَيْكُمْ مِنْ بَعْدِ الْغَمِّ أَمَنَةً نُعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِنْكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنْفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَلْ لَنَا مِنَ الْأَمْرِ مِنْ شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنْفُسِهِمْ مَا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَا قُتِلْنَا هَاهُنَا ۗ قُلْ لَوْ كُنْتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
ત્યારબાદ તેણે (અલ્લાહ) તે ઉદાસી પછી તમારા પર શાંતી ઉતારી અને તમારા માંથી એક જૂથને શાંતિની ઉંઘ આવવા લાગી, હાઁ કેટલાક તે લોકો પણ હતા તેઓને પોતાના જીવોની પડી હતી, તે અલ્લાહ તઆલા વિશે ખોટી આશંકાઓ સેવી રહ્યા હતા અને કહેતા હતા શું અમને પણ કોઇ વસ્તુનો અધિકાર છે ? તમે કહી દો કે દરેક કાર્ય પર અલ્લાહનો અધિકાર છે, આ લોકો પોતાના હૃદયોના ભેદોને તમારી સમક્ષ જાહેર નથી કરતા. કહે છે કે જો અમને કંઇ પણ અધિકાર હોત તો અહીં કત્લ કરવામાં ન આવતા, તમે કહી દો કે જો તમે ઘરોમાં હોત તો પણ જેના ભાગ્યમાં કત્લ થવાનું હતું તે તો કાતીલ તરફ ચાલી આવતા, અલ્લાહને તમારા હૃદયોની વાતોની કસોટી અને જે કંઇ તમારા હૃદયોમાં છે તેને પવિત્ર કરવું હતું અને અલ્લાહ હૃદયોના ભેદોને જાણે છે

Choose other languages: