Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #112 Translated in Gujarati

تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِلْعَالَمِينَ
હે પયગંબર ! અમે તે સત્ય આયતોનું પઠન તમારી સમક્ષ કરી રહ્યા છે અને અલ્લાહ તઆલા લોકો પર અત્યાચાર કરવાનું નથી ઇચ્છતો
وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
અલ્લાહ તઆલા માટે જ છે જે કંઇ આકાશો અને ધરતીમાં છે અને અલ્લાહ તઆલા તરફ જ દરેક કાર્ય મોકલવામાં આવે છે
كُنْتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنْكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَهُمْ ۚ مِنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
તમે ઉત્તમ જૂથ છો, જે લોકો માટે બનાવવામાં આવ્યા છે, કે તમે સદકાર્યનો આદેશ આપો છો અને ખરાબ વાતોથી રોકો છો અને અલ્લાહ તઆલા પર ઇમાન રાખો છો, જો કિતાબવાળા પણ ઇમાન લાવતા તો તેઓ માટે સારૂ હોત, તેઓમાં ઇમાનવાળાઓ પણ છે, પરંતુ વધારે પડતા લોકો વિદ્રોહી છે
لَنْ يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِنْ يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنْصَرُونَ
આ તમને સતાવવા સિવાય વધારે નુકસાન પહોંચાડી શકતા નથી, જો યુધ્ધ કરવાનો સમય આવી જાય તો પીઠ બતાવશે, પછી તેઓની મદદ કરવામાં નહી આવે
ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِنَ اللَّهِ وَحَبْلٍ مِنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِنَ اللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ الْأَنْبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوْا وَكَانُوا يَعْتَدُونَ
તેઓ દરેક જગ્યા પર અપમાનિત કરવામાં આવશે, સિવાય એ કે અલ્લાહ તઆલાની અથવા લોકોના શરણમાં હોય, આ લોકો અલ્લાહના ગુસ્સાના હકદાર બની ગયા અને તેઓ પર લાચારી નાખી દેવામાં આવી, આ એટલા માટે કે આ લોકો અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા હતા અને કારણ વગર પયગંબરોને કત્લ કરતા હતા, આ બદલો છે અવજ્ઞાકારીઓ અને અત્યાચારીઓ નો

Choose other languages: