Quran Apps in many lanuages:

Surah Sad Ayahs #33 Translated in Gujarati

كِتَابٌ أَنْزَلْنَاهُ إِلَيْكَ مُبَارَكٌ لِيَدَّبَّرُوا آيَاتِهِ وَلِيَتَذَكَّرَ أُولُو الْأَلْبَابِ
આ પવિત્ર કિતાબ છે, જેને અમે તમારી તરફ એટલા માટે અવતરિત કરી કે લોકો તેની આયતો પર ચિંતન કરે અને બુદ્ધિશાળી લોકો તેના દ્વારા શિખામણ પ્રાપ્ત કરે
وَوَهَبْنَا لِدَاوُودَ سُلَيْمَانَ ۚ نِعْمَ الْعَبْدُ ۖ إِنَّهُ أَوَّابٌ
અને અમે દાઊદને સુલૈમાન આપ્યા, જે ખૂબ જ સારા બંદા હતા અને ખૂબ જ ઝૂકવાવાળા હતા
إِذْ عُرِضَ عَلَيْهِ بِالْعَشِيِّ الصَّافِنَاتُ الْجِيَادُ
જ્યારે તેમની પાસે સાંજના સમયે ખૂબ જ કેળવેલા ઘોડા લાવવામાં આવ્યા
فَقَالَ إِنِّي أَحْبَبْتُ حُبَّ الْخَيْرِ عَنْ ذِكْرِ رَبِّي حَتَّىٰ تَوَارَتْ بِالْحِجَابِ
તો કહેવા લાગ્યા કે, મેં મારા પાલનહારની યાદ સામે આ ઘોડાઓના પ્રેમને પ્રાથમિકતા આપી, ત્યાં સુધી કે સૂર્યાસ્ત થઇ ગયો
رُدُّوهَا عَلَيَّ ۖ فَطَفِقَ مَسْحًا بِالسُّوقِ وَالْأَعْنَاقِ
તે (ઘોડાઓ) ને ફરીવાર મારી પાસે લાવો, પછી પિંડલીઓ અને ગળા પર હાથ ફેરવવા લાગ્યા

Choose other languages: