Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #33 Translated in Gujarati

وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ
સવાલ કરે છે કે તે વચન ક્યારે આવશે ? સાચા હોય તો જણાવી દો
قُلْ لَكُمْ مِيعَادُ يَوْمٍ لَا تَسْتَأْخِرُونَ عَنْهُ سَاعَةً وَلَا تَسْتَقْدِمُونَ
જવાબ આપી દો કે વચનનો સમય નક્કી છે, જેનાથી એક ક્ષણ તમે પાછળ હઠી શકશો ન આગળ વધી શકશો
وَقَالَ الَّذِينَ كَفَرُوا لَنْ نُؤْمِنَ بِهَٰذَا الْقُرْآنِ وَلَا بِالَّذِي بَيْنَ يَدَيْهِ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ مَوْقُوفُونَ عِنْدَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ الْقَوْلَ يَقُولُ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا لَوْلَا أَنْتُمْ لَكُنَّا مُؤْمِنِينَ
ઇન્કાર કરનારાઓએ કહ્યું કે અમે આ કુરઆનને ક્યારેય નહીં માનીએ અને ન તો આ પહેલાની કિતાબોને, હે જોનાર ! કદાચ કે તું તે અત્યાચારીઓને તે સમયે જોતા, જ્યારે તેઓ પોતાના પાલનહાર સામે ઊભા રહી, એકબીજા પર આરોપ મૂકતા હશે, અશક્ત લોકો મોટા લોકોને કહેશે, જો તમે ન હોત તો અમે ઈમાનવાળા હોત
قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا لِلَّذِينَ اسْتُضْعِفُوا أَنَحْنُ صَدَدْنَاكُمْ عَنِ الْهُدَىٰ بَعْدَ إِذْ جَاءَكُمْ ۖ بَلْ كُنْتُمْ مُجْرِمِينَ
આ મોટા લોકો તે નબળા લોકોને જવાબ આપશે, કે શું તમારી પાસે સત્ય માર્ગ આવી ગયા પછી અમે તમને તેનાથી રોક્યા હતા ? પરંતુ તમે પોતે જ અપરાધી હતા
وَقَالَ الَّذِينَ اسْتُضْعِفُوا لِلَّذِينَ اسْتَكْبَرُوا بَلْ مَكْرُ اللَّيْلِ وَالنَّهَارِ إِذْ تَأْمُرُونَنَا أَنْ نَكْفُرَ بِاللَّهِ وَنَجْعَلَ لَهُ أَنْدَادًا ۚ وَأَسَرُّوا النَّدَامَةَ لَمَّا رَأَوُا الْعَذَابَ وَجَعَلْنَا الْأَغْلَالَ فِي أَعْنَاقِ الَّذِينَ كَفَرُوا ۚ هَلْ يُجْزَوْنَ إِلَّا مَا كَانُوا يَعْمَلُونَ
(તેના જવાબમાં) અશક્ત લોકો તે ઘમંડી લોકોને કહેશે કે (ના-ના) પરંતુ રાત-દિવસ ધોકો આપી અમને અલ્લાહનો ઇન્કાર કરવા અને તેની સાથે ભાગીદાર ઠેરાવવા માટેનો તમારો આદેશ, અમારા ઈમાન ન લાવવાનું કારણ બન્યું. યાતનાને જોઇ સૌ અંદર જ અંદર અફસોસ કરી રહ્યા હશે અને ઇન્કાર કરનારાઓના ગળામાં અમે પટ્ટો નાંખી દઇશું, તેઓને ફક્ત તેમણે કરેલ કાર્યોનું વળતર આપવામાં આવશે

Choose other languages: