Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #15 Translated in Gujarati

ذَٰلِكَ بِأَنَّ اللَّهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ
તે એટલા માટે કે ઇમાનવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે જ છે અને એટલા માટે કે ઇન્કારીઓનો કોઇ દોસ્ત નથી
إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَهُمْ
જે લોકો ઇમાન લાવ્યા અને તેઓએ સદકાર્યો કર્યા તેઓને અલ્લાહ તઆલા ખરેખર એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચે નહેરો વહેતી હશે અને જે લોકો ઇન્કારીઓ છે તેઓ (દુનિયાનો જ) ફાયદો ઉઠાવી રહ્યા છે અને જાનવરોની માફક ખાઇ રહ્યા છે, તેઓનું (ખરેખરૂં) ઠેકાણું જહન્નમ છે
وَكَأَيِّنْ مِنْ قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِنْ قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ
અમે કેટલીક વસ્તીઓને જે તાકાતમાં તારી આ વસ્તી કરતા વધારે હતા, જેણે તને કાઢ્યો, અમે તેઓને નષ્ટ કરી દીધા, બસ ! તેઓ માટે મદદ કરનાર કોઇ ન હતું
أَفَمَنْ كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّهِ كَمَنْ زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
શું તે વ્યક્તિ જે પોતાના પાલનહાર તરફથી ખુલ્લા પૂરાવા સાથે હોય તે વ્યક્તિ માફક થઇ શકે છે જેના માટે તેનું ખરાબ કાર્ય તેના માટે સારૂ કરી દેવામાં આવ્યુ છે ? અને તે પોતાની મનેચ્છાઓ ને અનુસરતો હોય
مَثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِنْ مَاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِنْ لَبَنٍ لَمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِنْ خَمْرٍ لَذَّةٍ لِلشَّارِبِينَ وَأَنْهَارٌ مِنْ عَسَلٍ مُصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِنْ كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِنْ رَبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
તે જન્નતની વિશેષતા જેનું વચન ડરવાવાળાઓને આપવામાં આવ્યું છે, એ છે કે તેમાં પાણીની નહેરો છે, જે દુર્ગંધ ફેલાવવા વાળુ નથી અને દુધની નહેરો છે જેનો સ્વાદ બદલાયેલો નથી અને શરાબની નહેરો છે જે પીવાવાળા માટે ખુબ જ સ્વાદિષ્ટ છે અને મધની નહેરો છે જે ખુબ જચોખ્ખી છે અને તેઓ માટે દરેક પ્રકારના ફળો છે અને તેમના પાલનહાર તરફથી ક્ષમા છે. શું આ તેની માફક છે જે હંમેશા આગમાં રહેનારા છે ? અને જેમને ગરમ ઉકળતું પાણી પીવડાવવામાં આવશે ? જે તેમના આંતરડાઓના ટુકડે ટુકડા કરી દેશે

Choose other languages: