Quran Apps in many lanuages:

Surah Ibrahim Ayahs #43 Translated in Gujarati

الْحَمْدُ لِلَّهِ الَّذِي وَهَبَ لِي عَلَى الْكِبَرِ إِسْمَاعِيلَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ
અલ્લાહ નો આભાર છે, જેણે મને આ વૃદ્ધાવસ્થામાં ઇસ્માઇલ (અ.સ.) અને ઇસ્હાક (અ.સ.) આપ્યા, કોઈ શંકા નથી કે મારો પાલનહાર અલ્લાહ દુઆઓને સાંભળનાર છે
رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِنْ ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
હે મારા પાલનહાર ! મને નમાઝ કાયમ કરનારો બનાવ અને મારા સંતાનને પણ, હે મારા પાલનહાર ! મારી દુઆ કબૂલ કર
رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ
હે મારા પાલનહાર ! મને માફ કરી દે અને મારા માતાપિતાને પણ માફ કરી દે અને બીજા ઈમાનવાળાઓને પણ માફ કરી દે, જે દિવસે હિસાબ કરવામાં આવશે
وَلَا تَحْسَبَنَّ اللَّهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيهِ الْأَبْصَارُ
અન્યાય કરનારાઓના કર્મોથી અલ્લાહને બેદરકાર ન સમજ, તેણે તો તેઓને તે દિવસ સુધી મહેતલ આપી છે, જે દિવસે આંખો ફાટેલી રહી જશે
مُهْطِعِينَ مُقْنِعِي رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ ۖ وَأَفْئِدَتُهُمْ هَوَاءٌ
તે પોતાના માથાને ઉપર ઉઠાવી ભાગ-દોડ કરી રહ્યા હશે, પોતે પોતાના તરફ પણ નહીં જુએ અને તેમના હૃદયો ખાલી અને ભટકેલા હશે

Choose other languages: