Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #79 Translated in Gujarati

ذَٰلِكُمْ بِمَا كُنْتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنْتُمْ تَمْرَحُونَ
આ બદલો છે તે વસ્તુનો, જેમાં તમે ધરતી પર મગ્ન હતા અને ઈતરાતા હતા
ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
(હવે આવો) જહન્નમમાં હંમેશા રહેવા માટે, (તેના) દ્વારોમાં દાખલ થઇ જાવ, કેટલી ખરાબ જગ્યા છે ઘમંડ કરનારાઓ માટે
فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ
બસ ! તમે ધીરજ રાખો, અલ્લાહનું વચન ખરેખર સાચું છે, તેમને અમે જે વચન આપ્યું છે, તેમાંથી થોડુંક બતાવીએ અથવા (તે પહેલા) અમે તમને મૃત્યુ આપીએ, તેમને અમારી તરફ જ પાછા ફરવાનું છે
وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِنْ قَبْلِكَ مِنْهُمْ مَنْ قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُمْ مَنْ لَمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَنْ يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ فَإِذَا جَاءَ أَمْرُ اللَّهِ قُضِيَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُونَ
નિ:શંક અમે તમારા કરતા પહેલા પણ ઘણા પયગંબરો મોકલી ચૂક્યા છીએ, જેમાંથી કેટલાકના (કિસ્સા) અમે તમને બતાવી ચૂક્યા છીએ અને તેમાંથી કેટલાકના તો અમે તમને નથી બતાવ્યા અને કોઇ પયગંબરને (અધિકાર) નહતો કે કોઇ ચમત્કાર અલ્લાહની પરવાનગી વગર લાવી બતાવે, પછી જે સમયે અલ્લાહનો આદેશ આવશે, સત્ય સાથે નિર્ણય કરી દેવામાં આવશે અને તે જગ્યા પર અસત્ય લોકો નુકસાનમાં રહેશે
اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ
અલ્લાહ તે છે, જેણે તમારા માટે ઢોર બનાવ્યા, જેમાંથી કેટલાકની તમે સવારી કરો છો અને કેટલાકને તમે ખાઓ છો

Choose other languages: