Quran Apps in many lanuages:

Surah Az-Zukhruf Ayahs #33 Translated in Gujarati

بَلْ مَتَّعْتُ هَٰؤُلَاءِ وَآبَاءَهُمْ حَتَّىٰ جَاءَهُمُ الْحَقُّ وَرَسُولٌ مُبِينٌ
પરંતુ મેં તે લોકોને અને તેમના પૂર્વજોને (દુનિયાનો) સામાન આપ્યો, ત્યાં સુધી કે તેમની પાસે સત્ય અને સ્પષ્ટ રીતે જાણકારી આપનારા પયગંબર આવી ગયા
وَلَمَّا جَاءَهُمُ الْحَقُّ قَالُوا هَٰذَا سِحْرٌ وَإِنَّا بِهِ كَافِرُونَ
અને સત્ય જોતા જ પોકારી ઉઠયા કે આ તો જાદુ છે અને અમે તેનો ઇન્કાર કરીએ છીએ
وَقَالُوا لَوْلَا نُزِّلَ هَٰذَا الْقُرْآنُ عَلَىٰ رَجُلٍ مِنَ الْقَرْيَتَيْنِ عَظِيمٍ
અને કહેવા લાગ્યા, આ કુરઆન તે બન્ને શહેરના લોકો માંથી કોઇ પ્રભુત્વ ધરાવતા વ્યક્તિ પર કેમ અવતરિત ન થયું
أَهُمْ يَقْسِمُونَ رَحْمَتَ رَبِّكَ ۚ نَحْنُ قَسَمْنَا بَيْنَهُمْ مَعِيشَتَهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۚ وَرَفَعْنَا بَعْضَهُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِيَتَّخِذَ بَعْضُهُمْ بَعْضًا سُخْرِيًّا ۗ وَرَحْمَتُ رَبِّكَ خَيْرٌ مِمَّا يَجْمَعُونَ
શું તમારા પાલનહારની રહમતના ભાગ પાડે છે ? અમે જ તેમની દુનિયાના જીવનની રોજી તેમની વચ્ચે વહેંચી છે અને એકને બીજા પર પ્રભુત્વ આપ્યું, જેથી એકબીજાને આધારિત રહે, જેમાં આ લોકો સંકોચ અનુભવે છે, આના કરતા તમારા પાલનહારની નેઅમત ખૂબ જ ઉત્તમ છે
وَلَوْلَا أَنْ يَكُونَ النَّاسُ أُمَّةً وَاحِدَةً لَجَعَلْنَا لِمَنْ يَكْفُرُ بِالرَّحْمَٰنِ لِبُيُوتِهِمْ سُقُفًا مِنْ فِضَّةٍ وَمَعَارِجَ عَلَيْهَا يَظْهَرُونَ
અને જો એ વાત ન હોત કે દરેક લોકો એક જ માર્ગ પર આવી જાય, તો રહમાનનો ઇન્કાર કરનારાઓના ઘરની છતોને અમે ચાંદીની બનાવી દેતા, અને સીડીઓને પણ, જેના પર ચઢે છે

Choose other languages: