Quran Apps in many lanuages:

Surah Az-Zamar Ayahs #13 Translated in Gujarati

أَمَّنْ هُوَ قَانِتٌ آنَاءَ اللَّيْلِ سَاجِدًا وَقَائِمًا يَحْذَرُ الْآخِرَةَ وَيَرْجُو رَحْمَةَ رَبِّهِ ۗ قُلْ هَلْ يَسْتَوِي الَّذِينَ يَعْلَمُونَ وَالَّذِينَ لَا يَعْلَمُونَ ۗ إِنَّمَا يَتَذَكَّرُ أُولُو الْأَلْبَابِ
શું જે વ્યક્તિ રાત્રિનો સમય સિજદા અને કિયામ (નમાઝ)માં પસાર કરતો હોય, આખેરતથી ડરતો હોય અને પોતાના પાલનહારની કૃપાની આશા રાખતો હોય, (અને જે તેનાથી વિરુદ્ધ હોય સરખા હોઇ શકે છે ?) જણાવો જ્ઞાની અને અજ્ઞાની સરખા હોઇ શકે છે ? નિ:શંક શિખામણ તે જ લોકો પ્રાપ્ત કરે છે, જેઓ બુદ્ધિશાળી છે. (પોતાના પાલનહાર તરફથી)
قُلْ يَا عِبَادِ الَّذِينَ آمَنُوا اتَّقُوا رَبَّكُمْ ۚ لِلَّذِينَ أَحْسَنُوا فِي هَٰذِهِ الدُّنْيَا حَسَنَةٌ ۗ وَأَرْضُ اللَّهِ وَاسِعَةٌ ۗ إِنَّمَا يُوَفَّى الصَّابِرُونَ أَجْرَهُمْ بِغَيْرِ حِسَابٍ
કહી દો કે, હે મારા ઈમાનવાળા બંદાઓ ! પોતાના પાલનહારથી ડરતા રહો, જે લોકો આ દુનિયામાં સત્કાર્યો કરે છે તેમના માટે શ્રેષ્ઠ બદલો છે અને અલ્લાહ તઆલાની ધરતી ઘણી જ વિશાળ છે, ધીરજ રાખનારાઓને જ તેમનો સંપૂર્ણ, ખૂબ જ બદલો આપવામાં આવે છે
قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَعْبُدَ اللَّهَ مُخْلِصًا لَهُ الدِّينَ
તમે કહી દો ! કે મને આદેશ આપવામાં આવ્યો છે કે અલ્લાહ તઆલાની એવી રીતે બંદગી કરું કે તેના માટે જ નિખાલસતાથી બંદગી કરું
وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ
અને મને આદેશ આપવામાં આવ્યો છે કે, હું બધાં કરતા પહેલા આજ્ઞાકારી બની જાઉં
قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
કહી દો ! કે મને તો પોતાના પાલનહારની અવજ્ઞા કરવામાં, મોટા દિવસની યાતનાનો ડર લાગે છે

Choose other languages: