Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #31 Translated in Gujarati

ثُمَّ يَتُوبُ اللَّهُ مِنْ بَعْدِ ذَٰلِكَ عَلَىٰ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ غَفُورٌ رَحِيمٌ
ત્યાર પછી પણ જેને ઇચ્છે તેના પર પોતાની કૃપા કરશે, અલ્લાહ જ માફ કરનાર અને દયાળુ છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنَّمَا الْمُشْرِكُونَ نَجَسٌ فَلَا يَقْرَبُوا الْمَسْجِدَ الْحَرَامَ بَعْدَ عَامِهِمْ هَٰذَا ۚ وَإِنْ خِفْتُمْ عَيْلَةً فَسَوْفَ يُغْنِيكُمُ اللَّهُ مِنْ فَضْلِهِ إِنْ شَاءَ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ حَكِيمٌ
હે ઈમાનવાળાઓ ! ખરેખર મુશરિક તદ્દન નાપાક છે, તેઓ આ વર્ષ પછી મસ્જિદે હરામની આસ-પાસ પણ ન ભટકે, જો તમને લાચારીનો ભય છે તો અલ્લાહ તઆલા તમને પોતાની કૃપાથી ધનવાન બનાવી દેશે, જો અલ્લાહ ઇચ્છે અલ્લાહ જ્ઞાની અને હિકમતવાળો છે
قَاتِلُوا الَّذِينَ لَا يُؤْمِنُونَ بِاللَّهِ وَلَا بِالْيَوْمِ الْآخِرِ وَلَا يُحَرِّمُونَ مَا حَرَّمَ اللَّهُ وَرَسُولُهُ وَلَا يَدِينُونَ دِينَ الْحَقِّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ حَتَّىٰ يُعْطُوا الْجِزْيَةَ عَنْ يَدٍ وَهُمْ صَاغِرُونَ
તે લોકો સાથે યુદ્ધ કરો જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન નથી લાવતા, જે અલ્લાહ અને તેના પયગંબરે હરામ (અવૈધ) કરેલી વસ્તુઓને હરામ નથી માનતા, ન સત્ય દીનને કબૂલ કરે છે, તે લોકો માંથી જેઓને કિતાબ આપવામાં આવી છે, ત્યાં સુધી કે તેઓ અપમાનિત થઇ, પોતાની પાસેથી દંડ આપે
وَقَالَتِ الْيَهُودُ عُزَيْرٌ ابْنُ اللَّهِ وَقَالَتِ النَّصَارَى الْمَسِيحُ ابْنُ اللَّهِ ۖ ذَٰلِكَ قَوْلُهُمْ بِأَفْوَاهِهِمْ ۖ يُضَاهِئُونَ قَوْلَ الَّذِينَ كَفَرُوا مِنْ قَبْلُ ۚ قَاتَلَهُمُ اللَّهُ ۚ أَنَّىٰ يُؤْفَكُونَ
યહૂદી લોકો કહે છે કે ઉઝૈર અલ્લાહનો દીકરો છે, અને ઈસાઈ લોકો કહે છે કે મસીહ અલ્લાહનો દીકરો છે, આ વાતો ફકત તેઓના મોઢાઓની છે, પૂર્વજોની વાતોને આ લોકો પણ નકલ કરવા લાગ્યા, અલ્લાહ તેઓને નષ્ટ કરે, તે કેવા ઉથલ પાથલ કરવામાં આવે છે
اتَّخَذُوا أَحْبَارَهُمْ وَرُهْبَانَهُمْ أَرْبَابًا مِنْ دُونِ اللَّهِ وَالْمَسِيحَ ابْنَ مَرْيَمَ وَمَا أُمِرُوا إِلَّا لِيَعْبُدُوا إِلَٰهًا وَاحِدًا ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ سُبْحَانَهُ عَمَّا يُشْرِكُونَ
તે લોકોએ અલ્લાહને છોડીને પોતાના જ્ઞાનીઓ અને સાધુઓને પાલનહાર ઠેરવ્યા છે અને મરયમના દીકરા મસીહને પણ, જો કે તેમને ફક્ત એક અલ્લાહની જ બંદગીનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના સિવાય કોઇ પૂજ્ય નથી, તે પવિત્ર છે તેઓના ભાગીદાર ઠેરાવવાથી

Choose other languages: