Quran Apps in many lanuages:

Surah An-Nisa Ayahs #142 Translated in Gujarati

بَشِّرِ الْمُنَافِقِينَ بِأَنَّ لَهُمْ عَذَابًا أَلِيمًا
ઢોંગીઓને તે આદેશ પહોંચાડી દો કે તેઓ માટે દુ:ખદાયી યાતના ચોક્કસપણે છે
الَّذِينَ يَتَّخِذُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِنْ دُونِ الْمُؤْمِنِينَ ۚ أَيَبْتَغُونَ عِنْدَهُمُ الْعِزَّةَ فَإِنَّ الْعِزَّةَ لِلَّهِ جَمِيعًا
જે લોકો મુસલમાનોને છોડીને ઇન્કાર કરનારાઓને મિત્ર બનાવે છે, શું તેઓ પાસે ઇજજત શોધવા જાય છે ? (તો યાદ રાખો કે) ઇજજત તો પૂરેપૂરી અલ્લાહ તઆલાના હાથમાં છે
وَقَدْ نَزَّلَ عَلَيْكُمْ فِي الْكِتَابِ أَنْ إِذَا سَمِعْتُمْ آيَاتِ اللَّهِ يُكْفَرُ بِهَا وَيُسْتَهْزَأُ بِهَا فَلَا تَقْعُدُوا مَعَهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ إِنَّكُمْ إِذًا مِثْلُهُمْ ۗ إِنَّ اللَّهَ جَامِعُ الْمُنَافِقِينَ وَالْكَافِرِينَ فِي جَهَنَّمَ جَمِيعًا
અને અલ્લાહ તઆલા તમારી પાસે પોતાની કિતાબમાં આ આદેશ આપી ચૂકયો છે કે તમે જ્યારે કોઇ સભાવાળાઓને અલ્લાહ તઆલાની આયતોનો ઇન્કાર કરતા અને ઠઠ્ઠા-મશ્કરી કરતા સાંભળો તો તે સભામાં તેઓની સાથે ન બેસો, ત્યાં સુધી કે તે લોકો આ સિવાય બીજી વાત ન કરવા લાગે, (નહીં તો) તમે પણ તે સમયે તેઓ જેવા જ છો, નિ:શંક અલ્લાહ તઆલા દરેક ઇન્કાર કરનારાઓને અને ઢોંગીઓને જહન્નમમાં ભેગા કરવાવાળો છે
الَّذِينَ يَتَرَبَّصُونَ بِكُمْ فَإِنْ كَانَ لَكُمْ فَتْحٌ مِنَ اللَّهِ قَالُوا أَلَمْ نَكُنْ مَعَكُمْ وَإِنْ كَانَ لِلْكَافِرِينَ نَصِيبٌ قَالُوا أَلَمْ نَسْتَحْوِذْ عَلَيْكُمْ وَنَمْنَعْكُمْ مِنَ الْمُؤْمِنِينَ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلَنْ يَجْعَلَ اللَّهُ لِلْكَافِرِينَ عَلَى الْمُؤْمِنِينَ سَبِيلًا
આ લોકો તમારા (ખોટા પરિણામની) રાહ જુએ છે, પછી જો તમને અલ્લાહ વિજય આપે તો આ લોકો કહે છે કે શું અમે તમારા મિત્ર ન હતા ? અને જો ઇન્કાર કરનારાઓને થોડીક પણ જીત મળી જાય તો (તેમને) કહે છે કે અમે તમારા પર વિજય નહતા મેળવી શકતા અને શું અમે તમને મુસલમાનોના હાથોથી બચાવ્યા ન હતા ? બસ ! કયામતના દિવસે અલ્લાહ તઆલા પોતે તમારી વચ્ચે ન્યાય કરશે અને અલ્લાહ તઆલા ઇન્કાર કરનારાઓને ઈમાનવાળાઓ પર ક્યારેય કોઇ માર્ગ નહીં આપે
إِنَّ الْمُنَافِقِينَ يُخَادِعُونَ اللَّهَ وَهُوَ خَادِعُهُمْ وَإِذَا قَامُوا إِلَى الصَّلَاةِ قَامُوا كُسَالَىٰ يُرَاءُونَ النَّاسَ وَلَا يَذْكُرُونَ اللَّهَ إِلَّا قَلِيلًا
નિ:શંક ઢોંગીઓ અલ્લાહ સાથે યુક્તિઓ કરી રહ્યા છે અને તે (અલ્લાહ) તેઓને તેમની યુક્તિઓનો બદલો આપશે અને જ્યારે નમાઝ પઢવા માટે ઊભા થાય છે તો ઘણી જ સુસ્તી સાથે ઊભા થાય છે, ફકત લોકોને દેખાડો કરે છે અને અલ્લાહના નામનું સ્મરણ તો બસ થોડુંક જ કરે છે

Choose other languages: