Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #88 Translated in Gujarati

وَيَوْمَ نَبْعَثُ مِنْ كُلِّ أُمَّةٍ شَهِيدًا ثُمَّ لَا يُؤْذَنُ لِلَّذِينَ كَفَرُوا وَلَا هُمْ يُسْتَعْتَبُونَ
અને જે દિવસે અમે દરેક સમૂદાય માંથી સાક્ષીને ઊભો કરીશું, પછી ઇન્કાર કરનારાઓને ન તો પરવાનગી આપવામાં આવશે અને ન તો તેમને તૌબા કરવાનું કહેવામાં આવશે
وَإِذَا رَأَى الَّذِينَ ظَلَمُوا الْعَذَابَ فَلَا يُخَفَّفُ عَنْهُمْ وَلَا هُمْ يُنْظَرُونَ
અને જ્યારે આ અત્યાચારીઓ યાતના જોઇ લેશે પછી (યાતનાને) ન તો હલકી કરવામાં આવશે અને ન તો તેમને ઢીલ આપવામાં આવશે
وَإِذَا رَأَى الَّذِينَ أَشْرَكُوا شُرَكَاءَهُمْ قَالُوا رَبَّنَا هَٰؤُلَاءِ شُرَكَاؤُنَا الَّذِينَ كُنَّا نَدْعُو مِنْ دُونِكَ ۖ فَأَلْقَوْا إِلَيْهِمُ الْقَوْلَ إِنَّكُمْ لَكَاذِبُونَ
અને જ્યારે મુશરિક લોકો પોતાના બનાવેલા ભાગીદારોને જોઇ લેશે, તો કહેશે કે હે અમારા પાલનહાર ! આ જ અમારા તે ભાગીદારો છે જેમને, અમે તને છોડીને પોકારતા હતા, બસ ! તેઓ તેમને જવાબ આપશે કે તમે તદ્દન જુઠ્ઠા છો
وَأَلْقَوْا إِلَى اللَّهِ يَوْمَئِذٍ السَّلَمَ ۖ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
તે દિવસે તે સૌ (લાચાર બની) અલ્લાહની સમક્ષ અનુસરણ કરવાનું વચન આપવાનું ઇચ્છશે અને જે આરોપ લગાવતા હતા તે બધાં તેમનાથી છુપાઇ જશે
الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ زِدْنَاهُمْ عَذَابًا فَوْقَ الْعَذَابِ بِمَا كَانُوا يُفْسِدُونَ
જેમણે ઇન્કાર કર્યો અને અલ્લાહના માર્ગથી રોક્યા, અમે તેમના માટે એક પછી એક યાતના વધારતા જઇશું, આ બદલો હશે તેમના વિદ્રોહ કરવાનો

Choose other languages: