Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #38 Translated in Gujarati

فَأَصَابَهُمْ سَيِّئَاتُ مَا عَمِلُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
બસ ! તેમના ખરાબ કાર્યોનું પરિણામ તેમને મળી ગયું અને જેની મશ્કરી કરતા હતા તેણે તેમને ઘેરાવમાં લઇ લીધા
وَقَالَ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا عَبَدْنَا مِنْ دُونِهِ مِنْ شَيْءٍ نَحْنُ وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِنْ دُونِهِ مِنْ شَيْءٍ ۚ كَذَٰلِكَ فَعَلَ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ فَهَلْ عَلَى الرُّسُلِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
મુશરિક લોકોએ કહ્યું કે જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો અમે અને અમારા પૂર્વજો, તેને છોડીને બીજા કોઈની બંદગી જ ન કરતા, ન તેના આદેશ વગર કોઈ વસ્તુને હરામ ઠેરાવતા, આ જ કાર્ય તેમનાથી પહેલાના લોકો કરતા રહ્યા. પયગંબરોનું કાર્ય ફકત સ્પષ્ટ રીતે આદેશ પહોંચાડી દેવાનું છે
وَلَقَدْ بَعَثْنَا فِي كُلِّ أُمَّةٍ رَسُولًا أَنِ اعْبُدُوا اللَّهَ وَاجْتَنِبُوا الطَّاغُوتَ ۖ فَمِنْهُمْ مَنْ هَدَى اللَّهُ وَمِنْهُمْ مَنْ حَقَّتْ عَلَيْهِ الضَّلَالَةُ ۚ فَسِيرُوا فِي الْأَرْضِ فَانْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
અમે દરેક સમૂદાયમાં પયગંબર મોક્લ્યા જેથી (લોકો) ફકત અલ્લાહની જ બંદગી કરે અને તેના સિવાય દરેક પૂજ્યોથી બચે, બસ ! થોડાંક લોકોને તો અલ્લાહ તઆલાએ સત્ય માર્ગદર્શન આપ્યું અને થોડાંક પર પથભ્રષ્ટતા છવાઇ ગઇ, બસ ! તમે પોતે ધરતી પર હરીફરીને જોઇ લો કે જુઠલાવનારાઓની દશા કેવી થઇ
إِنْ تَحْرِصْ عَلَىٰ هُدَاهُمْ فَإِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ يُضِلُّ ۖ وَمَا لَهُمْ مِنْ نَاصِرِينَ
ભલે તમે તેમના સત્યમાર્ગ દર્શનના ઇચ્છુક રહ્યા છો, પરંતુ અલ્લાહ તઆલા તે લોકોને સત્ય માર્ગદર્શન નથી આપતો જેને પથભ્રષ્ટ કરી દે અને ન તેમની કોઈ મદદ કરનાર હોય છે
وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ ۙ لَا يَبْعَثُ اللَّهُ مَنْ يَمُوتُ ۚ بَلَىٰ وَعْدًا عَلَيْهِ حَقًّا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
તે લોકો મજબૂત સોગંદો ખાઇને કહે છે કે મૃતકોને અલ્લાહ તઆલા જીવિત નહીં કરે, કેમ નહીં, જરૂર જીવિત કરશે, આ તો તેનું અત્યંત સાચું વચન છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી

Choose other languages: