Quran Apps in many lanuages:

Surah An-Nahl Ayahs #19 Translated in Gujarati

وَأَلْقَىٰ فِي الْأَرْضِ رَوَاسِيَ أَنْ تَمِيدَ بِكُمْ وَأَنْهَارًا وَسُبُلًا لَعَلَّكُمْ تَهْتَدُونَ
અને તેણે ધરતીમાં પર્વતો જકડી દીધા છે, જેથી તે હલી ન શકે અને નહેરો અને માર્ગ પણ બનાવ્યા, જેથી તમે પોતાની મંજિલ સુધી પહોંચી શકો
وَعَلَامَاتٍ ۚ وَبِالنَّجْمِ هُمْ يَهْتَدُونَ
બીજી ઘણી નિશાનીઓ નક્કી કરી અને તારાઓ દ્વારા પણ લોકો માર્ગ મેળવે છે
أَفَمَنْ يَخْلُقُ كَمَنْ لَا يَخْلُقُ ۗ أَفَلَا تَذَكَّرُونَ
તો શું તે-જે સર્જન કરે છે, તેના જેવો હોઇ શકે છે જે સર્જન નથી કરી શકતો ? શું તમે સહેજ પણ વિચાર નથી કરતા
وَإِنْ تَعُدُّوا نِعْمَةَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ اللَّهَ لَغَفُورٌ رَحِيمٌ
અને જો તમે અલ્લાહની નેઅમતોને ગણવા માંગો તો તેને નથી ગણી શકતા, નિ:શંક અલ્લાહ ઘણો જ માફ કરનાર, દયાળુ છે
وَاللَّهُ يَعْلَمُ مَا تُسِرُّونَ وَمَا تُعْلِنُونَ
અને જે કંઈ પણ તમે છુપાવો અને જાહેર કરો અલ્લાહ તઆલા બધું જ જાણે છે

Choose other languages: