Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #18 Translated in Gujarati

أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ مَا هُمْ مِنْكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ
શું તમે તે લોકોને નથી જોયા ? જેમણે તે કોમ સાથે મિત્રતા કરી જેના પર અલ્લાહ ખુબ જ ગુસ્સે થઇ ચુકયો છે, ન તો આ (ઢોંગી) તમારા છે અને ન તેમના છે, જાણવા છતાં જુઠી વાતો પર સોગંદો ખાઇ રહ્યા છે
أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا ۖ إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ
અલ્લાહ તઆલા એ તેમના માટે સખત યાતના તૈયાર કરી રાખી છે, ખરેખર જે (કૃત્યો) તેઓ કરી રહ્યા છે ખરાબ કરી રહ્યા છે
اتَّخَذُوا أَيْمَانَهُمْ جُنَّةً فَصَدُّوا عَنْ سَبِيلِ اللَّهِ فَلَهُمْ عَذَابٌ مُهِينٌ
તે લોકોએ તો પોતાની સોગંદોને આડ બનાવી રાખી છે અને લોકોને અલ્લાહના માર્ગથી રોકી રહ્યા છે તેમના માટે અપમાનજનક યાતના છે
لَنْ تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُمْ مِنَ اللَّهِ شَيْئًا ۚ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
તેમનું ધન અને સંતાનો અલ્લાહ પાસે કંઇ જ કામ નહીં આવે, આ લોકો જહન્નમી છે. હંમેશા તેમાં જ રહેશે
يَوْمَ يَبْعَثُهُمُ اللَّهُ جَمِيعًا فَيَحْلِفُونَ لَهُ كَمَا يَحْلِفُونَ لَكُمْ ۖ وَيَحْسَبُونَ أَنَّهُمْ عَلَىٰ شَيْءٍ ۚ أَلَا إِنَّهُمْ هُمُ الْكَاذِبُونَ
જે દિવસે અલ્લાહ તઆલા તે દરેકને જીવિત કરશે તો આ લોકો જેવી રીતે તમારી સામે સોગંદો ખાય છે, (અલ્લાહ તઆલા) ની સામે પણ સોગંદો ખાવા લાગશે અને સમજશે કે તેઓ પાસે પણ કોઇ (પૂરાવા) છે, બરાબર જાણી લો કે, નિ:શંક તેઓ જ જુઠા છે

Choose other languages: