Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #96 Translated in Gujarati

وَأَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَاحْذَرُوا ۚ فَإِنْ تَوَلَّيْتُمْ فَاعْلَمُوا أَنَّمَا عَلَىٰ رَسُولِنَا الْبَلَاغُ الْمُبِينُ
અને તમે અલ્લાહ તઆલાના (આદેશોનું) અનુસરણ કરતા રહો, અને પયગંબરનું પણ, અને ધ્યાન રાખો જો અતિરેક કરશો તો અમારા પયગંબરની જવાબદારી ફકત સ્પષ્ટ રીતે પહોંચાડી દેવાનું છે
لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا إِذَا مَا اتَّقَوْا وَآمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ ثُمَّ اتَّقَوْا وَآمَنُوا ثُمَّ اتَّقَوْا وَأَحْسَنُوا ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
આવા લોકો પર, જેઓ ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, તે વસ્તુમાં કંઈ પાપ નથી, જેને તેઓ ખાતા પીતા હોય જ્યારે કે તેઓ ડરતા હોય અને ઈમાન ધરાવતા હોય અને સત્કાર્ય કરતા હોય, પછી ડરતા પણ હોય અને ભરપૂર સત્કાર્ય કરતા હોય, અલ્લાહ આવા સદાચારી લોકોને પસંદ કરે છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَيَبْلُوَنَّكُمُ اللَّهُ بِشَيْءٍ مِنَ الصَّيْدِ تَنَالُهُ أَيْدِيكُمْ وَرِمَاحُكُمْ لِيَعْلَمَ اللَّهُ مَنْ يَخَافُهُ بِالْغَيْبِ ۚ فَمَنِ اعْتَدَىٰ بَعْدَ ذَٰلِكَ فَلَهُ عَذَابٌ أَلِيمٌ
હે ઈમાનવાળાઓ ! અલ્લાહ તઆલા શિકાર વડે તમારી કસોટી કરશે, જેના સુધી તમારા હાથ અને તમારા ભાલા પહોંચી શકશે, જેથી અલ્લાહ તઆલા જાણી લે કે કોણ તેનાથી વણદેખે ડરે છે, તો જે વ્યક્તિ તે પછી હદ હટાવી દેશે, તેના માટે દુ:ખદાયી યાતના છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَقْتُلُوا الصَّيْدَ وَأَنْتُمْ حُرُمٌ ۚ وَمَنْ قَتَلَهُ مِنْكُمْ مُتَعَمِّدًا فَجَزَاءٌ مِثْلُ مَا قَتَلَ مِنَ النَّعَمِ يَحْكُمُ بِهِ ذَوَا عَدْلٍ مِنْكُمْ هَدْيًا بَالِغَ الْكَعْبَةِ أَوْ كَفَّارَةٌ طَعَامُ مَسَاكِينَ أَوْ عَدْلُ ذَٰلِكَ صِيَامًا لِيَذُوقَ وَبَالَ أَمْرِهِ ۗ عَفَا اللَّهُ عَمَّا سَلَفَ ۚ وَمَنْ عَادَ فَيَنْتَقِمُ اللَّهُ مِنْهُ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انْتِقَامٍ
હે ઈમાનવાળાઓ ! (જંગલી) શિકારને કતલ ન કરો, જ્યારે કે તમે અહેરામની સ્થિતિમાં હોવ (હજ્જ અથવા ઉમરહ માટે) અને જે વ્યક્તિ તમારા માંથી તેને જાણી જોઇને કતલ કરશે તો તેના પર ફિદયહ જરૂરી છે, જે કતલ કરેલ જાનવર બરાબર હોવું જોઇએ, જેનો નિર્ણય તમારા માંથી બે ભરોસાપાત્ર વ્યક્તિ કરી દે, ભલેને તે ફિદયો ખાસ પ્રકારના ઢોર હોય, જે કુરબાની માટે કઅબા શરીફમાં લઇ જવાતા હોય, અને ભલેને કફ્ફારો લાચારોને આપી દેવામાં આવે અને ભલેને તેના બરાબર રોઝા રાખી લેવામાં આવે, જેથી પોતે કરેલ કાર્યનો સ્વાદ ચાખે, અલ્લાહ તઆલાએ પાછલા પાપને માફ કરી દીધા અને જે વ્યક્તિ ફરી આવું જ કરશે, તો અલ્લાહ બદલો લેશે, અને અલ્લાહ બદલો લેવામાં જબરદસ્ત છે
أُحِلَّ لَكُمْ صَيْدُ الْبَحْرِ وَطَعَامُهُ مَتَاعًا لَكُمْ وَلِلسَّيَّارَةِ ۖ وَحُرِّمَ عَلَيْكُمْ صَيْدُ الْبَرِّ مَا دُمْتُمْ حُرُمًا ۗ وَاتَّقُوا اللَّهَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
તમારા માટે દરિયાઈ શિકાર અને તેનું ખાવું હલાલ છે, તમારા ફાયદા માટે અને મુસાફરો માટે, અને ધરતીનો શિકાર તમારા માટે હરામ કરવામાં આવ્યો છે જ્યાં સુધી તમે એહરામની સ્થિતિમાં હોય, અને અલ્લાહ તઆલાથી ડરો, જેની પાસે ભેગા કરવામાં આવશો

Choose other languages: