Quran Apps in many lanuages:

Surah Al-Maeda Ayahs #117 Translated in Gujarati

قَالُوا نُرِيدُ أَنْ نَأْكُلَ مِنْهَا وَتَطْمَئِنَّ قُلُوبُنَا وَنَعْلَمَ أَنْ قَدْ صَدَقْتَنَا وَنَكُونَ عَلَيْهَا مِنَ الشَّاهِدِينَ
તેઓએ કહ્યું કે અમે એવું ઇચ્છીએ છીએ કે તેમાંથી ખાઇએ અને અમારા હૃદયને શાંતિ મળી જાય અને અમારી આસ્થામાં વધારો થઇ જાય કે તમે અમને સત્ય વાત કહી છે અને અમે સાક્ષી આપનારાઓ માંથી થઇ જઇએ
قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ اللَّهُمَّ رَبَّنَا أَنْزِلْ عَلَيْنَا مَائِدَةً مِنَ السَّمَاءِ تَكُونُ لَنَا عِيدًا لِأَوَّلِنَا وَآخِرِنَا وَآيَةً مِنْكَ ۖ وَارْزُقْنَا وَأَنْتَ خَيْرُ الرَّازِقِينَ
મરયમના દિકરા ઈસાએ દુઆ કરી કે, હે અલ્લાહ ! હે અમારા પાલનહાર ! અમારા પર આકાશ માંથી ભોજન ઉતાર, કે તે અમારા માટે એટલે કે અમારા માં જે પહેલા આવનારા અને જે પછી આવનારા છે તે સૌના માટે, એક ખુશીની વાત થઇ જાય અને તારા તરફથી એક નિશાની બની જાય અને તું અમને રોજી આપી દે અને તું બધા આપવાવાળા કરતા સારો છે
قَالَ اللَّهُ إِنِّي مُنَزِّلُهَا عَلَيْكُمْ ۖ فَمَنْ يَكْفُرْ بَعْدُ مِنْكُمْ فَإِنِّي أُعَذِّبُهُ عَذَابًا لَا أُعَذِّبُهُ أَحَدًا مِنَ الْعَالَمِينَ
અલ્લાહ તઆલાએ કહ્યું કે હું તે ભોજન તમારા પર ઉતારવાવાળો છું, પછી જે વ્યક્તિ તમારા માંથી તે પછી અતિરેક કરશે, તેને હું એવી સજા આપીશ કે તે સજા દુનિયાવાળાઓ માંથી કોઇને નહીં આપું
وَإِذْ قَالَ اللَّهُ يَا عِيسَى ابْنَ مَرْيَمَ أَأَنْتَ قُلْتَ لِلنَّاسِ اتَّخِذُونِي وَأُمِّيَ إِلَٰهَيْنِ مِنْ دُونِ اللَّهِ ۖ قَالَ سُبْحَانَكَ مَا يَكُونُ لِي أَنْ أَقُولَ مَا لَيْسَ لِي بِحَقٍّ ۚ إِنْ كُنْتُ قُلْتُهُ فَقَدْ عَلِمْتَهُ ۚ تَعْلَمُ مَا فِي نَفْسِي وَلَا أَعْلَمُ مَا فِي نَفْسِكَ ۚ إِنَّكَ أَنْتَ عَلَّامُ الْغُيُوبِ
અને તે સમય પણ યાદ કરવા જેવો છે કે જ્યારે કે અલ્લાહ તઆલા કહેશે કે હે મરયમના પુત્ર ઈસા ! શું તમે તે લોકોને કહી દીધું હતું કે મને અને મારી માતાને પણ અલ્લાહ તઆલા સિવાય પૂજ્ય બનાવી લો, ઈસા કહેશે કે હું તો તને પવિત્ર સમજું છું, મારા માટે આવી વાત કરવી અશક્ય હતી, જેનો કોઇ અધિકાર મને ન હતો, જો મેં કહ્યું હશે તો તને આ વિશેની જાણ હશે, તું તો મારા હૃદયની વાતોને પણ જાણે છે અને હું તારા હૃદયમાં જે કંઈ છે તેને નથી જાણતો, બધું જ અદૃશ્યને જાણવાવાળો તું જ છે
مَا قُلْتُ لَهُمْ إِلَّا مَا أَمَرْتَنِي بِهِ أَنِ اعْبُدُوا اللَّهَ رَبِّي وَرَبَّكُمْ ۚ وَكُنْتُ عَلَيْهِمْ شَهِيدًا مَا دُمْتُ فِيهِمْ ۖ فَلَمَّا تَوَفَّيْتَنِي كُنْتَ أَنْتَ الرَّقِيبَ عَلَيْهِمْ ۚ وَأَنْتَ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
મેં તો તેઓને તે જ કહ્યું, જે તે મને કહેવાનો આદેશ આપ્યો હતો કે તમે અલ્લાહની બંદગી કરો, જે મારો પણ પાલનહાર છે અને તમારો પણ, હું તેઓ પર સાક્ષી બનીને રહ્યો જ્યાં સુધી હું તેઓની વચ્ચે રહ્યો, પછી જ્યારે તેં મને ઉઠાવી લીધો તો તું જ તેઓની સ્થિતિ જાણતો હતો અને તું દરેક વસ્તુની સંપૂર્ણ જાણકારી રાખે છે

Choose other languages: