Quran Apps in many lanuages:

Surah Al-Hashr Ayahs #24 Translated in Gujarati

لَا يَسْتَوِي أَصْحَابُ النَّارِ وَأَصْحَابُ الْجَنَّةِ ۚ أَصْحَابُ الْجَنَّةِ هُمُ الْفَائِزُونَ
જહન્નમવાળાઓ અને જન્નતવાળાઓ સરખા નથી, જે જન્નતવાળાઓ છે તે જ સફળ છે (અને જે જહન્નમવાળા છે તે નિષ્ફળ છે)
لَوْ أَنْزَلْنَا هَٰذَا الْقُرْآنَ عَلَىٰ جَبَلٍ لَرَأَيْتَهُ خَاشِعًا مُتَصَدِّعًا مِنْ خَشْيَةِ اللَّهِ ۚ وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَفَكَّرُونَ
જો અમે આ કુરઆનને કોઇ પર્વત પર અવતરિત કરતા તો તમે જોતા કે અલ્લાહના ભયથી તે દબાઇને ટુકડે ટુકડા થઇ જતો, અમે આવા ઉદાહરણોને લોકો સામે વર્ણન કરીએ છીએ જેથી તેઓ ચિંતન કરે
هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۖ هُوَ الرَّحْمَٰنُ الرَّحِيمُ
તે જ અલ્લાહ છે જેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, અદ્રશ્ય અને દ્રશ્યને જાણવાવાળો, કૃપાળુ અને અત્યંત દયાળુ
هُوَ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ الْمَلِكُ الْقُدُّوسُ السَّلَامُ الْمُؤْمِنُ الْمُهَيْمِنُ الْعَزِيزُ الْجَبَّارُ الْمُتَكَبِّرُ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يُشْرِكُونَ
તે જ અલ્લાહ છે જેના સિવાય કોઇ બંદગીને લાયક નથી, બાદશાહ, અત્યંત પવિત્ર , દરેક ખામીથી સલામત, શાંતિ આપનાર, દેખરેખ કરનાર, વિજયી, શક્તિશાળી, મોટાઇવાળો. પવિત્ર છે અલ્લાહ, તે વસ્તુઓથી જેમને તેઓ અલ્લાહના ભાગીદાર ઠેરવે છે
هُوَ اللَّهُ الْخَالِقُ الْبَارِئُ الْمُصَوِّرُ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ ۚ يُسَبِّحُ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
તે જ અલ્લાહ છે, સર્જન કરનાર, બનાવનાર, સ્વરૂપ આપનાર, તેના માટે જ પવિત્ર નામ છે, દરેક વસ્તુ ચાહે તે આકાશોમાં હોય અથવા તો ધરતીમાં. તેની પવિત્રતાનું વર્ણન કરે છે. અને તે જ વિજયી, હિકમતવાળો છે

Choose other languages: