Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #257 Translated in Gujarati

تِلْكَ الرُّسُلُ فَضَّلْنَا بَعْضَهُمْ عَلَىٰ بَعْضٍ ۘ مِنْهُمْ مَنْ كَلَّمَ اللَّهُ ۖ وَرَفَعَ بَعْضَهُمْ دَرَجَاتٍ ۚ وَآتَيْنَا عِيسَى ابْنَ مَرْيَمَ الْبَيِّنَاتِ وَأَيَّدْنَاهُ بِرُوحِ الْقُدُسِ ۗ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلَ الَّذِينَ مِنْ بَعْدِهِمْ مِنْ بَعْدِ مَا جَاءَتْهُمُ الْبَيِّنَاتُ وَلَٰكِنِ اخْتَلَفُوا فَمِنْهُمْ مَنْ آمَنَ وَمِنْهُمْ مَنْ كَفَرَ ۚ وَلَوْ شَاءَ اللَّهُ مَا اقْتَتَلُوا وَلَٰكِنَّ اللَّهَ يَفْعَلُ مَا يُرِيدُ
આ પયગંબરો છે, જેમના માંથી અમે કેટલાકને કેટલાક પર મહાનતા આપી છે, તેઓ માંથી કેટલાક સાથે અલ્લાહએ વાત કરી છે અને કેટલાકના દરજ્જા વધારી દીધા છે અને અમે ઇસા બિન મરયમને મુઅઝિઝહ (ચમત્કાર) આપ્યા અને રૂહુલ્ કુદૂસ વડે તેમની મદદ કરી, જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો ત્યારબાદ આવનારા પોતાની પાસે પુરાવા આવી ગયા છતાં કદાપિ અંદર અંદર ન ઝઘડતા, પરંતુ તે લોકોએ મતભેદ કર્યો, તેઓ માંથી કેટલાક તો ઇમાન લાવ્યા અને કેટલાક ઇન્કારીઓ થયા અને જો અલ્લાહ તઆલા ઇચ્છતો તો આ લોકો અંદર અંદર ન ઝગડતા, પરંતુ અલ્લાહ તઆલા જે ઇચ્છે છે તે કરે છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَنْفِقُوا مِمَّا رَزَقْنَاكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَ يَوْمٌ لَا بَيْعٌ فِيهِ وَلَا خُلَّةٌ وَلَا شَفَاعَةٌ ۗ وَالْكَافِرُونَ هُمُ الظَّالِمُونَ
હે ઇમાનવાળાઓ ! જે અમે તમને આપી રાખ્યું છે તેમાંથી દાન કરતા રહો, આ પહેલા કે તે દિવસ આવી જાય જેમાં ન વેપાર છે ન મિત્રતા અને ન ભલામણ, અને ઇન્કારીઓ જ અત્યાચારી છે
اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ ۚ لَا تَأْخُذُهُ سِنَةٌ وَلَا نَوْمٌ ۚ لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ مَنْ ذَا الَّذِي يَشْفَعُ عِنْدَهُ إِلَّا بِإِذْنِهِ ۚ يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ ۖ وَلَا يُحِيطُونَ بِشَيْءٍ مِنْ عِلْمِهِ إِلَّا بِمَا شَاءَ ۚ وَسِعَ كُرْسِيُّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ ۖ وَلَا يَئُودُهُ حِفْظُهُمَا ۚ وَهُوَ الْعَلِيُّ الْعَظِيمُ
અલ્લાહ તઆલા જ સાચો પુજ્ય છે, જેના સિવાય કોઇ પુજવાને લાયક નથી, જે જીવિત અને સૌને સંભાળી રાખનાર છે, જેને ન ઉંઘ આવે છે ન નિંદ્રા, તેની માલીકી હેઠળ ધરતી અને આકાશની દરેક વસ્તુ છે, કોણ છે જે તેની પરવાનગી વગર તેની સામે ભલામણ કરી શકે, તે જાણે છે જે તેઓની સામે છે અને જે તેઓની પાછળ છે અને તેઓ તેના જ્ઞાન માંથી કોઇ વસ્તુનો ઘેરાવ નથી કરી શકતા પરંતુ જેટલું તે ઇચ્છે, તેની કુરસીની ચોડાઇએ ધરતી અને આકાશને ઘેરી રાખ્યા છે અને અલ્લાહ તઆલા તેની દેખરેખથી ન થાકે છે અને ન તો કંટાળે છે. તે તો ઘણો જ મહાન અને ઘણો જ મોટો છે
لَا إِكْرَاهَ فِي الدِّينِ ۖ قَدْ تَبَيَّنَ الرُّشْدُ مِنَ الْغَيِّ ۚ فَمَنْ يَكْفُرْ بِالطَّاغُوتِ وَيُؤْمِنْ بِاللَّهِ فَقَدِ اسْتَمْسَكَ بِالْعُرْوَةِ الْوُثْقَىٰ لَا انْفِصَامَ لَهَا ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
દીન બાબતે કોઇ બળજબરી નથી, સત્યમાર્ગ અસત્યનામાર્ગથી ચોખ્ખો થઇ ગયો છે, એટલા માટે જે વ્યક્તિ અલ્લાહ તઆલા સિવાય બીજા પુજ્યોનો ઇન્કાર કરી અલ્લાહ તઆલા પર ઇમાન લાવે તેણે મજબુત કડાને પકડી લીધો, જે ક્યારેય નહી તુટે અને અલ્લાહ તઆલા સાંભળનાર અને જાણનાર છે
اللَّهُ وَلِيُّ الَّذِينَ آمَنُوا يُخْرِجُهُمْ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ ۖ وَالَّذِينَ كَفَرُوا أَوْلِيَاؤُهُمُ الطَّاغُوتُ يُخْرِجُونَهُمْ مِنَ النُّورِ إِلَى الظُّلُمَاتِ ۗ أُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ
ઇમાન લાવવાવાળાઓનો દોસ્ત અલ્લાહ તઆલા પોતે છે, તે તેઓને અંધકાર માંથી પ્રકાશ તરફ લાવે છે અને ઇન્કારીઓના દોસ્તો શેતાનો છે, તે તેઓને પ્રકાશ માંથી અંધકાર તરફ લઇ જાય છે, આ લોકો જહન્નમી છે, જે હંમેશા તેમાંજ પડયા રહેશે

Choose other languages: