Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #190 Translated in Gujarati

وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળા ની પોકારને જ્યારે પણ તે મને પોકારે, કબુલ કરુ છું, એટલા માટે લોકો પણ મારી વાત માની લેં અને મારા પર ઇમાન ધરાવે, આ જ તેમની ભલાઇનું કારણ છે
أُحِلَّ لَكُمْ لَيْلَةَ الصِّيَامِ الرَّفَثُ إِلَىٰ نِسَائِكُمْ ۚ هُنَّ لِبَاسٌ لَكُمْ وَأَنْتُمْ لِبَاسٌ لَهُنَّ ۗ عَلِمَ اللَّهُ أَنَّكُمْ كُنْتُمْ تَخْتَانُونَ أَنْفُسَكُمْ فَتَابَ عَلَيْكُمْ وَعَفَا عَنْكُمْ ۖ فَالْآنَ بَاشِرُوهُنَّ وَابْتَغُوا مَا كَتَبَ اللَّهُ لَكُمْ ۚ وَكُلُوا وَاشْرَبُوا حَتَّىٰ يَتَبَيَّنَ لَكُمُ الْخَيْطُ الْأَبْيَضُ مِنَ الْخَيْطِ الْأَسْوَدِ مِنَ الْفَجْرِ ۖ ثُمَّ أَتِمُّوا الصِّيَامَ إِلَى اللَّيْلِ ۚ وَلَا تُبَاشِرُوهُنَّ وَأَنْتُمْ عَاكِفُونَ فِي الْمَسَاجِدِ ۗ تِلْكَ حُدُودُ اللَّهِ فَلَا تَقْرَبُوهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ آيَاتِهِ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَّقُونَ
રોઝાની રાત્રીઓમાં પોતાની પત્નિઓ સાથે મળવું તમારા માટે હલાલ કરવામાં આવ્યું છે, તે તમારો પોશાક છે અને તમે તેણીઓનો પોશાક છો, તમારી છુપી અપ્રમાણિકતાને અલ્લાહ તઆલા જાણે છે, તેણે તમારી તૌબા કબુલ કરી તમને માફ કરી દીધા, હવે જો તમે તેણીઓ સાથે સમાગમ કર્યું અને અલ્લાહ તઆલાની લખેલી વસ્તુઓને શોધવાની પરવાનગી છે, તમે ખાતા-પીતા રહો અહીં સુધી કે સવારનો સફેદ દોરો કાળા દોરા વડે જાહેર થઇ જાય, પછી રાત સુધી રોઝો પુરો કરો અને પત્નિઓ સાથે તે સમયે સમાગમ ન કરો, જ્યારે તમે મસ્જિદોમાં એઅતેકાફમાં હોય, આ અલ્લાહ તઆલાની હદો છે, તમે તેણીઓની નજીક પણ ન જાઓ, આવી જ રીતે અલ્લાહ તઆલા પોતાની આયતો લોકો માટે બયાન કરે છે, જેથી તેઓ બચતા રહે
وَلَا تَأْكُلُوا أَمْوَالَكُمْ بَيْنَكُمْ بِالْبَاطِلِ وَتُدْلُوا بِهَا إِلَى الْحُكَّامِ لِتَأْكُلُوا فَرِيقًا مِنْ أَمْوَالِ النَّاسِ بِالْإِثْمِ وَأَنْتُمْ تَعْلَمُونَ
અને એક બીજાનું ધન અયોગ્ય રીતે ન ખાઓ, અને ન ન્યાયાધીશોને લાંચ આપી કોઇનું ધન અત્યાચાર કરી અપનાવી લો, જ્યારે કે તમે જાણો છો
يَسْأَلُونَكَ عَنِ الْأَهِلَّةِ ۖ قُلْ هِيَ مَوَاقِيتُ لِلنَّاسِ وَالْحَجِّ ۗ وَلَيْسَ الْبِرُّ بِأَنْ تَأْتُوا الْبُيُوتَ مِنْ ظُهُورِهَا وَلَٰكِنَّ الْبِرَّ مَنِ اتَّقَىٰ ۗ وَأْتُوا الْبُيُوتَ مِنْ أَبْوَابِهَا ۚ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
લોકો તમારાથી ચંદ્ર વિશે સવાલ કરે છે, તમે કહી દો કે આ લોકો (નીબંદગી) નો સમય અને હજ્જના દિવસો માટે છે, (એહરામ ની સ્થિતીમાં) અને ઘરો ના પાછળથી તમારૂ આવવું કંઇ સદકાર્ય નથી, પરંતુ સદાચારી તે છે જે ડરવાવાળો હોય અને ઘરોમાં તો દરવાજાઓ માંથી આવ્યા કરો, અને અલ્લાહથી ડરતા રહો, જેથી તમે સફળ થઇ જાવ
وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ
અલ્લાહના માર્ગમાં લડો તેઓની સાથે જે તમારા સાથે લડે છે અને અતિરેક ન કરો, અલ્લાહ તઆલા અતિરેક કરનારને પસંદ નથી કરતો

Choose other languages: