Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #114 Translated in Gujarati

وَأَقِيمُوا الصَّلَاةَ وَآتُوا الزَّكَاةَ ۚ وَمَا تُقَدِّمُوا لِأَنْفُسِكُمْ مِنْ خَيْرٍ تَجِدُوهُ عِنْدَ اللَّهِ ۗ إِنَّ اللَّهَ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
તમે નમાજ પઢતા રહો અને ઝકાત આપતા રહો અને જે કંઇ ભલાઇ તમે પોતાના માટે આગળ મોકલશો દરેકને અલ્લાહ પાસે જોઇ લેશો, નિંશંક અલ્લાહ તઆલા તમારા કાર્યોને ખુબ સારી રીતે જોઇ રહ્યો છે
وَقَالُوا لَنْ يَدْخُلَ الْجَنَّةَ إِلَّا مَنْ كَانَ هُودًا أَوْ نَصَارَىٰ ۗ تِلْكَ أَمَانِيُّهُمْ ۗ قُلْ هَاتُوا بُرْهَانَكُمْ إِنْ كُنْتُمْ صَادِقِينَ
આ લોકો કહે છે કે જન્નતમાં યહુદ અને ઇસાઇયો સિવાય કોઇ નહી જાય, આ ફકત તેઓની મનેચ્છાઓ છે, તેઓને કહી દો કે જો તમે સાચ્ચા હોય તો કોઇ પુરાવા તો બતાવો
بَلَىٰ مَنْ أَسْلَمَ وَجْهَهُ لِلَّهِ وَهُوَ مُحْسِنٌ فَلَهُ أَجْرُهُ عِنْدَ رَبِّهِ وَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
સાંભળો ! જે પણ પોતાને નિખાલસતા સાથે અલ્લાહની સમક્ષ ઝુકાવી દેં નિંશંક તેને તેનો પાલનહાર પુરો બદલો આપશે, તેના પર ન તો કોઇ ડર હશે ન નિરાશા અને ન ઉદાસી
وَقَالَتِ الْيَهُودُ لَيْسَتِ النَّصَارَىٰ عَلَىٰ شَيْءٍ وَقَالَتِ النَّصَارَىٰ لَيْسَتِ الْيَهُودُ عَلَىٰ شَيْءٍ وَهُمْ يَتْلُونَ الْكِتَابَ ۗ كَذَٰلِكَ قَالَ الَّذِينَ لَا يَعْلَمُونَ مِثْلَ قَوْلِهِمْ ۚ فَاللَّهُ يَحْكُمُ بَيْنَهُمْ يَوْمَ الْقِيَامَةِ فِيمَا كَانُوا فِيهِ يَخْتَلِفُونَ
યહુદ કહે છે કે ઇસાઇઓ સત્યમાર્ગ પર નથી અને ઇસાઇઓ કહે છે કે યહુદીઓ સત્યમાર્ગ પર નથી, જ્યારે કે આ દરેક લોકો તૌરાત પઢે છે, આવી જ રીતે આમની માફક જ અજ્ઞાનીઓ પણ વાતો કહે છે, કયામત ના દિવસે અલ્લાહ તઆલા તેઓના આ વિરોધનો નિર્ણય તેઓ વચ્ચે કરી દેશે
وَمَنْ أَظْلَمُ مِمَّنْ مَنَعَ مَسَاجِدَ اللَّهِ أَنْ يُذْكَرَ فِيهَا اسْمُهُ وَسَعَىٰ فِي خَرَابِهَا ۚ أُولَٰئِكَ مَا كَانَ لَهُمْ أَنْ يَدْخُلُوهَا إِلَّا خَائِفِينَ ۚ لَهُمْ فِي الدُّنْيَا خِزْيٌ وَلَهُمْ فِي الْآخِرَةِ عَذَابٌ عَظِيمٌ
તે વ્યક્તિ થી વધુ અત્યાચારી કોણ છે જે અલ્લાહ તઆલાની મસ્જિદોમાં અલ્લાહ તઆલાના સ્મરણથી રોકે અને તેઓની બરબાદીની કોશીશ કરે, આવા લોકોએ ડર રાખતા જ ત્યાં જવું જોઇએ, તેઓ માટે દૂનિયામાં પણ અપમાન છે અને આખેરતમાં પણ મોટી યાતના છે

Choose other languages: