Quran Apps in many lanuages:

Surah Al-Baqara Ayahs #103 Translated in Gujarati

وَلَقَدْ أَنْزَلْنَا إِلَيْكَ آيَاتٍ بَيِّنَاتٍ ۖ وَمَا يَكْفُرُ بِهَا إِلَّا الْفَاسِقُونَ
અને નિંશંક અમે તમારી તરફ ખુલ્લા પુરાવા અવતરિત કર્યા છે, જેનો ઇન્કાર દુરાચારી સિવાય કોઇ નથી કરતું
أَوَكُلَّمَا عَاهَدُوا عَهْدًا نَبَذَهُ فَرِيقٌ مِنْهُمْ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يُؤْمِنُونَ
આ લોકો જ્યારે પણ કોઇ વચન કરે છે તો તેઓનું કોઇ એક જૂથ તેને તોડી નાખે છે, પરંતુ તેઓ માંથી વધારે પડતા લોકો ઇમાનવાળા નથી
وَلَمَّا جَاءَهُمْ رَسُولٌ مِنْ عِنْدِ اللَّهِ مُصَدِّقٌ لِمَا مَعَهُمْ نَبَذَ فَرِيقٌ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ كِتَابَ اللَّهِ وَرَاءَ ظُهُورِهِمْ كَأَنَّهُمْ لَا يَعْلَمُونَ
જ્યારે પણ તેઓની પાસે અલ્લાહનો કોઇ પયગંબર તેઓની કિતાબની પુષ્ટી કરવાવાળો આવ્યો તે કિતાબવાળાના એક જૂથે અલ્લાહની કિતાબને એવી રીતે પીઠ પાછળ નાખી દીધી જેવી રીતે કે જાણતા જ નથી
وَاتَّبَعُوا مَا تَتْلُو الشَّيَاطِينُ عَلَىٰ مُلْكِ سُلَيْمَانَ ۖ وَمَا كَفَرَ سُلَيْمَانُ وَلَٰكِنَّ الشَّيَاطِينَ كَفَرُوا يُعَلِّمُونَ النَّاسَ السِّحْرَ وَمَا أُنْزِلَ عَلَى الْمَلَكَيْنِ بِبَابِلَ هَارُوتَ وَمَارُوتَ ۚ وَمَا يُعَلِّمَانِ مِنْ أَحَدٍ حَتَّىٰ يَقُولَا إِنَّمَا نَحْنُ فِتْنَةٌ فَلَا تَكْفُرْ ۖ فَيَتَعَلَّمُونَ مِنْهُمَا مَا يُفَرِّقُونَ بِهِ بَيْنَ الْمَرْءِ وَزَوْجِهِ ۚ وَمَا هُمْ بِضَارِّينَ بِهِ مِنْ أَحَدٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمْ وَلَا يَنْفَعُهُمْ ۚ وَلَقَدْ عَلِمُوا لَمَنِ اشْتَرَاهُ مَا لَهُ فِي الْآخِرَةِ مِنْ خَلَاقٍ ۚ وَلَبِئْسَ مَا شَرَوْا بِهِ أَنْفُسَهُمْ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
અને તે વસ્તુની પાછળ લાગી ગયા જેને શયતાનો સુલૈમાનના રાજ્યમાં પઢતા હતા, સુલૈમાન (અ.સ.) એ ઇન્કાર નહતો કર્યો, પરંતુ આ ઇન્કાર શતાનોનો હતો, તે લોકોને જાદુ શિખવાડતા હતા અને બાબિલમાં હારૂત અને મારૂત બન્ને ફરિશ્તાઓ પર જે અવતરિત કરવામાં આવ્યું હતું તે બન્ને પણ કોઇ વ્યક્તિને તે સમય સુધી નહોતા શિખવાડતા, જ્યાં સુધી કે આવું ન કહી દે કે અમે તો એક કસોટીમાં છે, તું ઇન્કાર ન કર, ફરી લોકો તેમનાથી તે શિખતા જેના વડે પતિ પત્નિ વચ્ચે વિચ્છેદ ઉભો થાય અને ખરેખર તે અલ્લાહ તઆલાની ઇચ્છા વગર કોઇને નુકસાન પહોંચાડી શકતા ન હતા, આ લોકો તે શિખે છે જે તેઓને નુકસાન પહોંચાડે અને ફાયદો ન પહોંચાડી શકે અને તે નિંશંક જાણે છે કે તેને લેવાવાળા માટે આખેરત માં કોઇ ભાગ નથી અને તે સૌથી ખરાબ વસ્તુ છે જેના બદલામાં તે પોતાને વેચી રહ્યા છે, કદાચ કે આ લોકો જાણતા હોત
وَلَوْ أَنَّهُمْ آمَنُوا وَاتَّقَوْا لَمَثُوبَةٌ مِنْ عِنْدِ اللَّهِ خَيْرٌ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
જો આ લોકો ઇમાન લાવી દેં તો અલ્લાહ તઆલાની તરફથી ઉત્તમ ષવાબ તેઓને મળતો, જો તેણો જાણતા હોત

Choose other languages: