Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #56 Translated in Gujarati

كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَفَرُوا بِآيَاتِ اللَّهِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ إِنَّ اللَّهَ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
ફિરઔનના લોકોની સ્થિતિ જેવી અને તેમના આગળના લોકો જેવી, કે તેઓએ અલ્લાહની આયતોનો ઇન્કાર કર્યો, બસ ! અલ્લાહએ તેમના પાપોના કારણે તેઓને પકડી લીધા, અલ્લાહ તઆલા ખરેખર તાકાતવાળો અને સખત યાતના આપનાર છે
ذَٰلِكَ بِأَنَّ اللَّهَ لَمْ يَكُ مُغَيِّرًا نِعْمَةً أَنْعَمَهَا عَلَىٰ قَوْمٍ حَتَّىٰ يُغَيِّرُوا مَا بِأَنْفُسِهِمْ ۙ وَأَنَّ اللَّهَ سَمِيعٌ عَلِيمٌ
આ એટલા માટે કે અલ્લાહ તઆલા એવો નથી કે કોઇ કોમ પર કોઇ નેઅમત આપ્યા પછી તેને છીનવી લે, ત્યાં સુધી કે તે લોકો પોતે પોતાની સ્થિતિની ન બદલી લે, જે તેમની હતી, અને એ કે અલ્લાહ સાંભળનાર અને જાણનાર છે
كَدَأْبِ آلِ فِرْعَوْنَ ۙ وَالَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِ رَبِّهِمْ فَأَهْلَكْنَاهُمْ بِذُنُوبِهِمْ وَأَغْرَقْنَا آلَ فِرْعَوْنَ ۚ وَكُلٌّ كَانُوا ظَالِمِينَ
ફિરઔન અને તેના પહેલાના લોકોની સ્થિતિ જેવી, તેઓએ પોતાના પાલનહારની વાતોને જુઠલાવી, બસ! તે લોકોના પાપોના કારણે અમે તેઓને નષ્ટ કરી દીધા અને ફિરઔનના લોકોને ડુબાડી દીધા, આ સૌ અત્યાચારીઓ હતા
إِنَّ شَرَّ الدَّوَابِّ عِنْدَ اللَّهِ الَّذِينَ كَفَرُوا فَهُمْ لَا يُؤْمِنُونَ
દરેક સજીવો માંથી સૌથી ખરાબ અલ્લાહની નજરમાં તે છે જે ઇન્કાર કરે, પછી તે ઈમાન ન લાવે
الَّذِينَ عَاهَدْتَ مِنْهُمْ ثُمَّ يَنْقُضُونَ عَهْدَهُمْ فِي كُلِّ مَرَّةٍ وَهُمْ لَا يَتَّقُونَ
જેમની પાસેથી તમે વચન લઇ લીધું, પછી પણ તેઓ દરેક વખતે વચનભંગ કરે છે અને જરાય ડરતા નથી

Choose other languages: