Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #8 Translated in Gujarati

8:4
أُولَٰئِكَ هُمُ الْمُؤْمِنُونَ حَقًّا ۚ لَهُمْ دَرَجَاتٌ عِنْدَ رَبِّهِمْ وَمَغْفِرَةٌ وَرِزْقٌ كَرِيمٌ
સાચા ઈમાનવાળાઓ આ લોકો છે, તેઓ માટે ઊંચા દરજ્જા છે પોતાના પાલનહાર પાસે, તથા માફી અને ઇજજતવાળી રોજી છે
8:5
كَمَا أَخْرَجَكَ رَبُّكَ مِنْ بَيْتِكَ بِالْحَقِّ وَإِنَّ فَرِيقًا مِنَ الْمُؤْمِنِينَ لَكَارِهُونَ
જેવું કે તમારા પાલનહારે તમને તમારા ઘરેથી સત્ય સાથે રવાના કર્યા અને મુસલમાનોના એક જૂથને તે પસંદ ન હતું
8:6
يُجَادِلُونَكَ فِي الْحَقِّ بَعْدَمَا تَبَيَّنَ كَأَنَّمَا يُسَاقُونَ إِلَى الْمَوْتِ وَهُمْ يَنْظُرُونَ
તેઓ તે સત્ય વિશે, જે સ્પષ્ટ થઇ ગયા પછી, તમારી સાથે એવી રીતે ઝઘડો કરી રહ્યા હતા કે જેવું કે તેમને કોઇ મૃત્યુ તરફ હાંકતા હોય અને તેઓ જોઇ રહ્યા હોય
8:7
وَإِذْ يَعِدُكُمُ اللَّهُ إِحْدَى الطَّائِفَتَيْنِ أَنَّهَا لَكُمْ وَتَوَدُّونَ أَنَّ غَيْرَ ذَاتِ الشَّوْكَةِ تَكُونُ لَكُمْ وَيُرِيدُ اللَّهُ أَنْ يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ
અને તમે તે સમયને યાદ કરો, જ્યારે અલ્લાહએ તમને તે બન્ને જૂથ માંથી એકને વચન આપ્યું હતું કે તે તમને મળી જાય અને તમે તે આશા કરતા હતા કે હથિયાર વગરનું જૂથ તમને મળી જાય, અને અલ્લાહ તઆલા એવું ઇચ્છતો હતો કે પોતાના આદેશ વડે સત્યનું સત્ય હોવું સાબિત કરી દે અને તે ઇન્કાર કરનારાઓની જડ કાપી નાખે
8:8
لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ
જેથી સત્યનું સત્ય હોવું અને અસત્યનું અસત્ય હોવું સાબિત કરી દે, ભલેને આ અપરાધીઓ પસંદ ન કરે

Choose other languages: