Quran Apps in many lanuages:

Surah Al-Anfal Ayahs #42 Translated in Gujarati

قُلْ لِلَّذِينَ كَفَرُوا إِنْ يَنْتَهُوا يُغْفَرْ لَهُمْ مَا قَدْ سَلَفَ وَإِنْ يَعُودُوا فَقَدْ مَضَتْ سُنَّتُ الْأَوَّلِينَ
તમે તે ઇન્કાર કરનારાઓને કહી દો કે જો આ લોકો સુધારો કરી લે તો તેઓના બધા જ પાપ જે પહેલા કરી ચૂક્યા છે, બધા જ માફ કરી દેવામાં આવશે અને જો તેઓ પોતાની તે જ આદત રાખશે તો (ઇન્કાર કરનારાઓ) આગળના લોકો માટે કાયદો બની ગયો છે
وَقَاتِلُوهُمْ حَتَّىٰ لَا تَكُونَ فِتْنَةٌ وَيَكُونَ الدِّينُ كُلُّهُ لِلَّهِ ۚ فَإِنِ انْتَهَوْا فَإِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ بَصِيرٌ
અને તમે તેઓ સાથે ત્યાં સુધી લડાઇ કરો જ્યાં સુધી તેઓ ઉપદ્રવને છોડી ન દે અને દીન અલ્લાહનો જ થઇ જાય, પછી જો આ લોકો સુધારો કરી લે તો, અલ્લાહ તઆલા તે કાર્યોને ખૂબ જ સારી રીતે જાણે છે
وَإِنْ تَوَلَّوْا فَاعْلَمُوا أَنَّ اللَّهَ مَوْلَاكُمْ ۚ نِعْمَ الْمَوْلَىٰ وَنِعْمَ النَّصِيرُ
અને જો અવગણના કરે, તો યકીન રાખો કે અલ્લાહ તઆલા તમારો વ્યવસ્થાપક છે, અને ઘણો જ ઉત્તમ વ્યવસ્થાપક છે અને ઘણો જ ઉત્તમ મદદ કરનાર છે
وَاعْلَمُوا أَنَّمَا غَنِمْتُمْ مِنْ شَيْءٍ فَأَنَّ لِلَّهِ خُمُسَهُ وَلِلرَّسُولِ وَلِذِي الْقُرْبَىٰ وَالْيَتَامَىٰ وَالْمَسَاكِينِ وَابْنِ السَّبِيلِ إِنْ كُنْتُمْ آمَنْتُمْ بِاللَّهِ وَمَا أَنْزَلْنَا عَلَىٰ عَبْدِنَا يَوْمَ الْفُرْقَانِ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
જાણી લો કે તમે જે પ્રકારની પણ ગનીમત (યુદ્ધમાં મળેલ માલ) પ્રાપ્ત કરો, તેમાંથી પાંચમો ભાગ અલ્લાહ અને તેના પયગંબર માટે છે, અને સગાં સંબંધીઓ માટે અને અનાથો તથા લાચારો માટે અને મુસાફરો માટે, જો તમે અલ્લાહ પર ઈમાન ધરાવતા હોવ અને તે વસ્તુ પર જેને અમે પોતાના બંદા પર તે દિવસે અવતરિત કર્યુ છે, જે દિવસ સત્ય અને અસત્યની વચ્ચે તફાવતનો હતો, જે દિવસે બે લશ્કર લડ્યા હતા, અલ્લાહ દરેક વસ્તુ પર શક્તિ ધરાવે છે
إِذْ أَنْتُمْ بِالْعُدْوَةِ الدُّنْيَا وَهُمْ بِالْعُدْوَةِ الْقُصْوَىٰ وَالرَّكْبُ أَسْفَلَ مِنْكُمْ ۚ وَلَوْ تَوَاعَدْتُمْ لَاخْتَلَفْتُمْ فِي الْمِيعَادِ ۙ وَلَٰكِنْ لِيَقْضِيَ اللَّهُ أَمْرًا كَانَ مَفْعُولًا لِيَهْلِكَ مَنْ هَلَكَ عَنْ بَيِّنَةٍ وَيَحْيَىٰ مَنْ حَيَّ عَنْ بَيِّنَةٍ ۗ وَإِنَّ اللَّهَ لَسَمِيعٌ عَلِيمٌ
જ્યારે કે તમે નજીકના કિનારા પર હતા અને તેઓ દૂરના કિનારે હતા અને લશ્કરો તમારા કરતા નીચલા ભાગમાં હતા, જો તમે અંદરઅંદર વચન કરતા તો, નિ:શંક તમે નક્કી કરેલ સમય પર પહોંચવામાં મોડા પડી જતાં, પરંતુ અલ્લાહને તો એક કાર્ય કરી જ નાંખવાનું હતું, જે નક્કી થઇ ગયું હતું, જેથી જે નષ્ટ થાય તે પુરાવા સાથે થાય, અને જે જીવિત રહે તે (સત્યને પારખીને) પુરાવા સાથે જીવિત રહે, નિ:શંક અલ્લાહ ઘણો જ સાંભળનાર, ખૂબ જાણવાવાળો છે

Choose other languages: