Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #88 Translated in Gujarati

فَاسْتَجَبْنَا لَهُ فَكَشَفْنَا مَا بِهِ مِنْ ضُرٍّ ۖ وَآتَيْنَاهُ أَهْلَهُ وَمِثْلَهُمْ مَعَهُمْ رَحْمَةً مِنْ عِنْدِنَا وَذِكْرَىٰ لِلْعَابِدِينَ
તો અમે તેમની (દુઆ) સાંભળી લીધી અને જે દુ:ખ તેમને પહોંચ્યું હતું તેને દૂર કરી દીધું અને તેમને પત્ની અને સંતાન આપ્યા, પરંતુ તેમની સાથે તેમના જેવા જ બીજા પણ, પોતાની ખાસ કૃપા વડે આપ્યા, જેથી સાચા બંદાઓ માટે શિખામણનું કારણ બને
وَإِسْمَاعِيلَ وَإِدْرِيسَ وَذَا الْكِفْلِ ۖ كُلٌّ مِنَ الصَّابِرِينَ
અને ઇસ્માઇલ અને ઇદરિસ અને ઝુલ્ કિફ્લ (અ.સ.) આ સૌ ધીરજ રાખનારા બંદાઓ હતાં
وَأَدْخَلْنَاهُمْ فِي رَحْمَتِنَا ۖ إِنَّهُمْ مِنَ الصَّالِحِينَ
અમે તેમને પોતાની કૃપામાં દાખલ કરી લીધા, આ સૌ સદાચારી લોકો હતાં
وَذَا النُّونِ إِذْ ذَهَبَ مُغَاضِبًا فَظَنَّ أَنْ لَنْ نَقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِي الظُّلُمَاتِ أَنْ لَا إِلَٰهَ إِلَّا أَنْتَ سُبْحَانَكَ إِنِّي كُنْتُ مِنَ الظَّالِمِينَ
માછલીવાળા (યૂનુસ અ.સ.) ને યાદ કરો, જ્યારે તેઓ ગુસ્સામાં નીકળી ગયા અને વિચાર કર્યો કે, અમે તેમની પકડ નહીં કરી શકીએ, છેવટે તે અંધકારમાં પોકારી ઉઠયા કે, અલ્લાહ ! તારા સિવાય કોઈ પૂજ્ય નથી, તું પવિત્ર છે. નિ:શંક હું અત્યાચારી લોકો માંથી થઇ ગયો
فَاسْتَجَبْنَا لَهُ وَنَجَّيْنَاهُ مِنَ الْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُنْجِي الْمُؤْمِنِينَ
તો અમે તેમની પોકાર સાંભળી લીધી અને તેમને દુ:ખથી છૂટકારો આપ્યો અને અમે ઈમાનવાળાઓને આવી જ રીતે બચાવી લઇએ છીએ

Choose other languages: