Quran Apps in many lanuages:

Surah Al-Anbiya Ayahs #40 Translated in Gujarati

وَإِذَا رَآكَ الَّذِينَ كَفَرُوا إِنْ يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا الَّذِي يَذْكُرُ آلِهَتَكُمْ وَهُمْ بِذِكْرِ الرَّحْمَٰنِ هُمْ كَافِرُونَ
આ ઇન્કાર કરનારાઓ તમને જ્યારે પણ જુએ છે તો તમારી મશ્કરી કરે છે, કહે છે કે શું આ જ છે જે તમારા પૂજ્યોનું ખરાબ વર્ણન કરે છે અને તે પોતે જ રહમાનની યાદના તદ્દન ઇન્કાર કરનારા છે
خُلِقَ الْإِنْسَانُ مِنْ عَجَلٍ ۚ سَأُرِيكُمْ آيَاتِي فَلَا تَسْتَعْجِلُونِ
માનવી ઉતાવળું સર્જન છે, હું તમને મારી નિશાનીઓ હમણા જ બતાવીશ, તમે મારી સામે ઉતાવળ ન કરો
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا الْوَعْدُ إِنْ كُنْتُمْ صَادِقِينَ
કહે છે કે જો સાચા છો તો જણાવો કે આ વચન ક્યારે પૂરું થશે
لَوْ يَعْلَمُ الَّذِينَ كَفَرُوا حِينَ لَا يَكُفُّونَ عَنْ وُجُوهِهِمُ النَّارَ وَلَا عَنْ ظُهُورِهِمْ وَلَا هُمْ يُنْصَرُونَ
કદાચ કે આ ઇન્કાર કરનારાઓ જાણતા હોત કે તે સમયે ન તો આ ઇન્કાર કરનારાઓ આગને પોતાના મોઢા પરથી હટાવી શકશે અને ન પોતાની પીઠ ઉપરથી અને ન તેમની મદદ કરવામાં આવશે
بَلْ تَأْتِيهِمْ بَغْتَةً فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنْظَرُونَ
(હાં-હાં) વચનનો સમય તેમની પાસે અચાનક આવી પહોંચશે અને તેમને આશ્ચર્ય ચકિત કરી દેશે, પછી ન તો આ લોકો તેને ટાળી શકશે અને ન તો તેમને થોડીક પણ મહેતલ આપવામાં આવશે

Choose other languages: