Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #27 Translated in Gujarati

ثُمَّ لَمْ تَكُنْ فِتْنَتُهُمْ إِلَّا أَنْ قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
પછી તેઓના શિર્કનું પરિણામ તે સિવાય બીજું કંઈ નહીં હોય કે, તેઓ એવું કહેશે કે, સોગંદ છે અલ્લાહના, હે અમારા પાલનહાર અમે મુશરિક ન હતા
انْظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنْفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُمْ مَا كَانُوا يَفْتَرُونَ
જુઓ તો, તેઓએ કેવી રીતે જૂઠ કહ્યું પોતાના પર, અને જે વસ્તુને તેઓ જૂઠ ઘડી કાઢતા હતા તે સૌ અદૃશ્ય થઇ ગયા
وَمِنْهُمْ مَنْ يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَنْ يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِنْ يَرَوْا كُلَّ آيَةٍ لَا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
અને તેઓ માંથી કેટલાક એવા છે કે તમારી તરફ કાન ધરે છે અને અમે તેઓના હૃદયો પર પરદો નાંખી દીધો છે જેનાથી તેઓ સમજે, અને કાનમાં બૂચ નાંખી દીધા છે, અને જો તે લોકો બધા જ પૂરાવાને જોઇ લે તો પણ તેના પર ઈમાન નહીં લાવે, અહીં સુધી કે જ્યારે આ લોકો તમારી પાસે આવે છે, તો અમસ્તા ઝઘડો કરે છે, આ લોકો જે ઇન્કાર કરનારા છે એવું કહે છે કે, આ તો કંઈ પણ નથી ફકત વાતો છે, જે પહેલાથી ચાલતી આવી છે
وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِنْ يُهْلِكُونَ إِلَّا أَنْفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
અને આ લોકો તેનાથી બીજાને પણ રોકે છે અને પોતે પણ તેનાથી દૂર દૂર રહે છે અને આ લોકો પોતાને જ નષ્ટ કરી રહ્યા છે અને કંઈ ખબર નથી રાખતા
وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
અને જો તમે તે સમયે જુઓ, કે આ લોકો જહન્નમ પાસે ઊભા રાખવામાં આવશે તો કહેશે, અફસોસ, કેવું સારું થાત, કે અમે પાછા (દુનિયામાં) મોકલી દેવામાં આવીએ, અને જો આવું થઇ જાય તો, અમે અમારા પાલનહારની આયતોને જૂઠી નહીં ઠેરવીએ, અને ઈમાનવાળાઓ માંથી થઇ જઇએ

Choose other languages: