Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #74 Translated in Gujarati

يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنْتُمْ تَشْهَدُونَ
હે કિતાબવાળાઓ ! તમે (માની લેવા છતા) ઇરાદાપૂર્વક અલ્લાહ ની આયતો નો ઇન્કાર કેમ કરી રહ્યા છો
يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنْتُمْ تَعْلَمُونَ
હે કિતાબવાળાઓ ! જાણવા છતાં સત્ય અને અસત્યનું મિશ્રણ કેમ કરો છો અને કેમ સત્યને છૂપાવી રહ્યા છો
وَقَالَتْ طَائِفَةٌ مِنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنْزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
અને કિતાબવાળાના એક જૂથે કહ્યું કે જે કંઇ ઇમાનવાળા પર અવતરિત કરવામાં આવ્યું તેના પર દિવસે ઇમાન લાવો છો અને સાંજના સમયે ઇન્કારી બની જાવ છો, જેથી આ લોકો પણ ફરી જાય
وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَنْ تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَنْ يُؤْتَىٰ أَحَدٌ مِثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِنْدَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
તમારા દીનનું અનુસરણ કરનારા સિવાય બીજા કોઇનો વિશ્ર્વાસ ન કરો, તમે કહી દો કે નિંશંક સત્યમાર્ગ તો ફકત અલ્લાહનો જ છે, (અને આ પણ કહે છે કે તેની વાત પર પણ વિશ્ર્વાસ ન કરો) કે કોઇને તેના જેવું આપવામાં આવે જેવું તમને આપવામાં આવ્યું છે, અથવા તો એ કે આ લોકો તમારા પાલનહાર સાથે ઝઘડો કરશે, તમે કહી દો કે કૃપા તો અલ્લાહ તઆલાના જ હાથમાં છે. તે જેને ઇચ્છે તેને આપે, અલ્લાહ તઆલા સર્વગ્રાહી અને જાણનાર છે
يَخْتَصُّ بِرَحْمَتِهِ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
તે પોતાની દયા જેના પર ઇચ્છે ખાસ કરી દેં અને અલ્લાહ તઆલા ઘણો જ કૃપાળુ છે

Choose other languages: