Quran Apps in many lanuages:

Surah Aal-E-Imran Ayahs #39 Translated in Gujarati

إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنْتَ السَّمِيعُ الْعَلِيمُ
જ્યારે ઇમરાન ની પત્નિએ કહ્યું કે હે મારા પાલનહાર ! મારા ગર્ભમાં જે કંઇ છે તેને મેં તારા નામે અર્પણ કરવાની નઝર માની, તું મારા તરફથી કબુલ કર, નિંશંક તું સારી રીતે સાંભળનાર અને સારી રીતે જાણનાર છે
فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنْثَىٰ وَاللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنْثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
જ્યારે બાળકીને જનમ આપ્યો તો કહેવા લાગી કે પાલનહાર ! મને તો બાળકી થઇ, અલ્લાહ તઆલા ખુબ સારી રીતે જાણે છે કે કોણ જન્મયું છે અને બાળક-બાળકી સમાન નથી, મેં તેનું નામ મરયમ રાખ્યું, હું તેને અને તેના સંતાનને ધુતકારેલા શેતાનથી તારા શરણમાં આપુ છું
فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنْبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِنْدَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِنْدِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَنْ يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
બસ ! તેને તેના પાલનહારે ઉત્તમ રીતે કબુલ કરી અને તેનું ભરણ-પોષણ ઉત્તમ રીતે કર્યુ, તેના ખબર અંતર માટે ઝકરીયા (અ.સ.) ને બનાવ્યા, જ્યારે પણ ઝકરીયા (અ.સ.) તેણીના કમરામાં જતાં તેણીની પાસે રોજી જોતા, તે સવાલ કરતા હે મરયમ ! આ રોજી તમારી પાસે કયાંથી આવી ? તે જવાબ આપતી કે આ અલ્લાહ તઆલા પાસેથી છે, નિંશંક અલ્લાહ તઆલા જેને ઇચ્છે પુષ્કળ રોજી આપે છે
هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِنْ لَدُنْكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ
તે જ જ્ગ્યા પર ઝકરીયા (અ.સ.) એ પોતાના પાલનહાર પાસે દુઆ કરી, કહ્યું કે હે મારા પાલનહાર ! મને પોતાની પાસેથી પવિત્ર સંતાન આપ, નિંશંક તું દુઆને સાંભળનાર છે
فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِنَ الصَّالِحِينَ
બસ ! ફરિશ્તાઓએ તેમને પોકાર્યા જ્યારે કે તે કમરામાં ઉભા રહી નમાઝ પઢી રહ્યા હતા, કે અલ્લાહ તઆલા તમને યહ્યાની ખરેખરી શુભસુચના આપી રહ્યો છે, જે અલ્લાહ તઆલાના કલમાની પુષ્ટી કરનાર, સરદાર અને જીવ પર કાબુ રાખનાર અને પયગંબર છે. સદાચાર લોકો માંથી

Choose other languages: