Quran Apps in many lanuages:

Surah Saba Ayahs #54 Translated in Gujarati

قُلْ إِنْ ضَلَلْتُ فَإِنَّمَا أَضِلُّ عَلَىٰ نَفْسِي ۖ وَإِنِ اهْتَدَيْتُ فَبِمَا يُوحِي إِلَيَّ رَبِّي ۚ إِنَّهُ سَمِيعٌ قَرِيبٌ
કહી દો ! કે જો હું પથભ્રષ્ટ થઇ જઉં, તો મારા પથભ્રષ્ટ (થવાની મુસીબત) મારા પર જ છે અને જો હું સત્ય માર્ગ પર છું તો વહીના આધારે જે મારા પાલનહારે મારા પર અવતરિત કરી છે, તે ખૂબ જ સાંભળનાર અને ખૂબ જ નજીક છે
وَلَوْ تَرَىٰ إِذْ فَزِعُوا فَلَا فَوْتَ وَأُخِذُوا مِنْ مَكَانٍ قَرِيبٍ
અને જો તમે જુઓ જ્યારે આ ઇન્કાર કરનારાઓ ભયભીત હશે, પછી બચવાની કોઇ જગ્યા નહીં પામે અને નજીકની જગ્યાએથી પકડી લેવામાં આવશે
وَقَالُوا آمَنَّا بِهِ وَأَنَّىٰ لَهُمُ التَّنَاوُشُ مِنْ مَكَانٍ بَعِيدٍ
તે સમયે કહેશે કે અમે આ કુરઆન પર ઈમાન લાવ્યા, પરંતુ હવે દૂર થઇ ગયેલી વસ્તુ કઇ રીતે હાથ આવી શકે છે
وَقَدْ كَفَرُوا بِهِ مِنْ قَبْلُ ۖ وَيَقْذِفُونَ بِالْغَيْبِ مِنْ مَكَانٍ بَعِيدٍ
આ પહેલા તો તે લોકોએ આનો ઇન્કાર કર્યો હતો અને દૂરથી જોયા વગર જ ફેંકતા રહ્યા
وَحِيلَ بَيْنَهُمْ وَبَيْنَ مَا يَشْتَهُونَ كَمَا فُعِلَ بِأَشْيَاعِهِمْ مِنْ قَبْلُ ۚ إِنَّهُمْ كَانُوا فِي شَكٍّ مُرِيبٍ
તેમની મનેચ્છાઓ અને તેમની વચ્ચે પરદો નાંખી દેવામાં આવ્યો છે, જેવું કે આ પહેલા પણ તે લોકોની સાથે કરવામાં આવ્યું જે તેમના જેવા જ હતા, તેઓ પણ શંકામાં હતા

Choose other languages: