Quran Apps in many lanuages:

Surah Ghafir Ayahs #8 Translated in Gujarati

مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ
અલ્લાહ તઆલાની આયતો બાબતે તે જ લોકો ઝઘડો કરે છે જેઓ ઇન્કાર કરનાર છે, બસ ! તે લોકોનું શહેરમાં હરવું-ફરવું તમને ધોખો ન આપે
كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِنْ بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ
નૂહની કોમ અને તેમના પછીના જૂથોએ પણ જુઠલાવ્યું હતું અને દરેક કોમે પોતાના પયગંબરને કેદી બનાવવાનો વિચાર કર્યો અને અસત્યથી તકરાર કરવા લાગ્યા, જેથી તેઓ સત્યને બગાડી દે, બસ ! મેં તે લોકોને પકડી લીધા, તો મારા તરફથી કેવી સજા આવી
وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ
અને આવી જ રીતે તમારા પાલનહારનો આદેશ ઇન્કાર કરનારાઓ માટે સાબિત થઇ ગયો, કે તેઓ જહન્નમી લોકો છે
الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
અર્શને ઉઠાવનારા અને તેની નજીકના ફરિશ્તા પોતાના પાલનહારની તસ્બીહ પ્રશંસા સાથે કરે છે અને તેના પર ઈમાન ધરાવે છે અને ઈમાનવાળાઓ માટે માફી માંગે છે, કહે છે કે, હે અમારા પાલનહાર ! તેં દરેક વસ્તુને પોતાની માફી અને જ્ઞાન વડે ઘેરાવમાં લઇ રાખી છે, બસ ! તું તેમને માફ કરી દે જેઓ તૌબા કરે અને તારા માર્ગનું અનુસરણ કરે અને તું તેમને જહન્નમની યાતનાથી પણ બચાવી લે
رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدْتَهُمْ وَمَنْ صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنْتَ الْعَزِيزُ الْحَكِيمُ
હે અમારા પાલનહાર ! તું તે લોકોને હંમેશા રહેવાવાળી જન્નતોમાં પ્રવેશ આપ, જેનું વચન તેં તેમને આપ્યું છે અને તેમના બાપ-દાદાઓ, તેમની પત્નીઓ અને સંતાન માંથી (પણ) તે (બધા) ને જેઓ સત્કાર્યો કરે છે, નિ:શંક તું વિજયી અને હિકમતવાળો છે

Choose other languages: