Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #26 Translated in Gujarati

خَالِدِينَ فِيهَا أَبَدًا ۚ إِنَّ اللَّهَ عِنْدَهُ أَجْرٌ عَظِيمٌ
ત્યાં તેઓ હંમેશા રહેનારા છે, અલ્લાહની પાસે ખરેખર ઘણો જ પુષ્કળ બદલો છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا آبَاءَكُمْ وَإِخْوَانَكُمْ أَوْلِيَاءَ إِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَى الْإِيمَانِ ۚ وَمَنْ يَتَوَلَّهُمْ مِنْكُمْ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
હે ઈમાનવાળાઓ ! પોતાના પિતા અને ભાઇઓને મિત્ર ન બનાવો, જો તેઓ ઇન્કારને ઈમાન કરતાં વધારે સમજે, તમારા માંથી જે લોકો પણ તેમની સાથે મિત્રતા રાખશે તે સંપૂર્ણ પાપ કરનાર, અત્યાચારી છે
قُلْ إِنْ كَانَ آبَاؤُكُمْ وَأَبْنَاؤُكُمْ وَإِخْوَانُكُمْ وَأَزْوَاجُكُمْ وَعَشِيرَتُكُمْ وَأَمْوَالٌ اقْتَرَفْتُمُوهَا وَتِجَارَةٌ تَخْشَوْنَ كَسَادَهَا وَمَسَاكِنُ تَرْضَوْنَهَا أَحَبَّ إِلَيْكُمْ مِنَ اللَّهِ وَرَسُولِهِ وَجِهَادٍ فِي سَبِيلِهِ فَتَرَبَّصُوا حَتَّىٰ يَأْتِيَ اللَّهُ بِأَمْرِهِ ۗ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
તમે કહી દો કે જો તમારા પિતા અને તમારા બાળકો અને તમારા ભાઇ અને તમારી પત્નીઓ, અને તમારા કુટુંબીઓ, અને તમારી કમાણી, અને તે વેપાર જેના નુકસાનથી તમે ડરો છો, અને તે હવેલીઓ જેમને તમે પસંદ કરો છો, જો આ બધું જ તમને અલ્લાહ અને તેના પયગંબરથી અને તેના માર્ગમાં જેહાદ કરવાથી વધારે પસંદ હોય તો તમે રાહ જુઓ કે અલ્લાહ તઆલા પોતાનો પ્રકોપ તમારા પર લઇ આવશે, અલ્લાહ તઆલા વિદ્રોહીઓને માર્ગદર્શન નથી આપતો
لَقَدْ نَصَرَكُمُ اللَّهُ فِي مَوَاطِنَ كَثِيرَةٍ ۙ وَيَوْمَ حُنَيْنٍ ۙ إِذْ أَعْجَبَتْكُمْ كَثْرَتُكُمْ فَلَمْ تُغْنِ عَنْكُمْ شَيْئًا وَضَاقَتْ عَلَيْكُمُ الْأَرْضُ بِمَا رَحُبَتْ ثُمَّ وَلَّيْتُمْ مُدْبِرِينَ
નિ:શંક અલ્લાહ તઆલાએ ઘણા યુદ્ધમાં તમને વિજય આપ્યો છે અને "હુનૈન"ની લડાઇ વખતે પણ, જ્યારે કે તમને પોતાના મોટા લશ્કર પર ઘમંડ હતું, પરંતુ તેણે તમને કંઈ પણ ફાયદો ન પહોંચાડયો, વિશાળ ધરતી હોવા છતાં તે તમારા માટે તંગ થઇ ગઇ, પછી તમે પીઠ બતાવી પાછા ફર્યા
ثُمَّ أَنْزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَنْزَلَ جُنُودًا لَمْ تَرَوْهَا وَعَذَّبَ الَّذِينَ كَفَرُوا ۚ وَذَٰلِكَ جَزَاءُ الْكَافِرِينَ
પછી અલ્લાહએ પોતાના તરફથી શાંતિ પોતાના પયગંબર પર અને ઈમાનવાળાઓ પર ઉતારી અને પોતાના તે લશ્કરો મોકલ્યા જેને તમે જોઇ નથી રહ્યા અને ઇન્કાર કરનારાઓને સખત સજા આપી, તે ઇન્કાર કરનારાઓનો આ જ બદલો હતો

Choose other languages: