Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #16 Translated in Gujarati

وَإِنْ نَكَثُوا أَيْمَانَهُمْ مِنْ بَعْدِ عَهْدِهِمْ وَطَعَنُوا فِي دِينِكُمْ فَقَاتِلُوا أَئِمَّةَ الْكُفْرِ ۙ إِنَّهُمْ لَا أَيْمَانَ لَهُمْ لَعَلَّهُمْ يَنْتَهُونَ
જો આ લોકો વચન અને સમાધાન કર્યા પછી પણ પોતાની સોગંદોને તોડી દે અને તમારા દીન વિશે ટોણાં મારે તો તમે પણ તે ઇન્કાર કરનારાઓના સરદારો સાથે લડાઇ કરો, તેમની સોગંદો કંઈ પણ નથી, શક્ય છે કે આવી રીતે તેઓ પણ સુધારો કરી લે
أَلَا تُقَاتِلُونَ قَوْمًا نَكَثُوا أَيْمَانَهُمْ وَهَمُّوا بِإِخْرَاجِ الرَّسُولِ وَهُمْ بَدَءُوكُمْ أَوَّلَ مَرَّةٍ ۚ أَتَخْشَوْنَهُمْ ۚ فَاللَّهُ أَحَقُّ أَنْ تَخْشَوْهُ إِنْ كُنْتُمْ مُؤْمِنِينَ
તમે તે લોકો સાથે લડાઇ કરવા માટે કેમ તૈયાર નથી રહેતા, જે લોકોએ પોતાની સોગંદોને તોડી નાખી અને પયગંબરને દેશનિકાલ કરવા માટેની ચિંતા કરે છે અને પ્રથમ તે લોકોએ જ શરૂઆત કરી છે. શું તમે તેમનાથી ડરો છો ? અલ્લાહ જ વધારે હક ધરાવે છે કે તમે તેનો ડર રાખો, એટલા માટે કે તમે ઈમાનવાળા છો
قَاتِلُوهُمْ يُعَذِّبْهُمُ اللَّهُ بِأَيْدِيكُمْ وَيُخْزِهِمْ وَيَنْصُرْكُمْ عَلَيْهِمْ وَيَشْفِ صُدُورَ قَوْمٍ مُؤْمِنِينَ
તેમની સાથે તમે યુદ્ધ કરો, અલ્લાહ તઆલા તે લોકોને તમારા હાથ વડે જ સજા આપશે, તેઓને અપમાનિત કરશે, તમારી તેઓની વિરુદ્ધ મદદ કરશે અને મુસલમાનોના કાળજાને ઠંડક પહોંચાડશે
وَيُذْهِبْ غَيْظَ قُلُوبِهِمْ ۗ وَيَتُوبُ اللَّهُ عَلَىٰ مَنْ يَشَاءُ ۗ وَاللَّهُ عَلِيمٌ حَكِيمٌ
અને તેઓના હૃદયોની નિરાશા અને ગુસ્સો દૂર કરશે, અને તે જેની તરફ ઇચ્છે છે કૃપા સાથે ધ્યાન ધરે છે, અલ્લાહ જાણનાર, હિકમતવાળો છે
أَمْ حَسِبْتُمْ أَنْ تُتْرَكُوا وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنْكُمْ وَلَمْ يَتَّخِذُوا مِنْ دُونِ اللَّهِ وَلَا رَسُولِهِ وَلَا الْمُؤْمِنِينَ وَلِيجَةً ۚ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
શું તમે એવું સમજી લીધું છે કે તમે છોડી દેવામાં આવશો, જો કે અત્યાર સુધી અલ્લાહએ તમારા માંથી તેઓને પ્રાથમિકતા નથી આપી, જેઓ અલ્લાહના માર્ગમાં જેહાદ કરનારા છે, અને જેમણે અલ્લાહ અને તેના પયગંબરને અને ઈમાનવાળાઓ સિવાય કોઇને પણ સાચા મિત્રો નથી બનાવ્યા, અલ્લાહ ખૂબ સારી રીતે જાણે છે જે કંઈ પણ તમે કરી રહ્યા છો

Choose other languages: