Quran Apps in many lanuages:

Surah At-Tawba Ayahs #124 Translated in Gujarati

مَا كَانَ لِأَهْلِ الْمَدِينَةِ وَمَنْ حَوْلَهُمْ مِنَ الْأَعْرَابِ أَنْ يَتَخَلَّفُوا عَنْ رَسُولِ اللَّهِ وَلَا يَرْغَبُوا بِأَنْفُسِهِمْ عَنْ نَفْسِهِ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ لَا يُصِيبُهُمْ ظَمَأٌ وَلَا نَصَبٌ وَلَا مَخْمَصَةٌ فِي سَبِيلِ اللَّهِ وَلَا يَطَئُونَ مَوْطِئًا يَغِيظُ الْكُفَّارَ وَلَا يَنَالُونَ مِنْ عَدُوٍّ نَيْلًا إِلَّا كُتِبَ لَهُمْ بِهِ عَمَلٌ صَالِحٌ ۚ إِنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُحْسِنِينَ
મદીનાના રહેવાસી જેઓ ગામડાના છે, તેમની આજુબાજુ છે, તેમના માટે એ યોગ્ય ન હતું કે તેઓ અલ્લાહના પયગંબરને છોડી પાછળ રહી જાય અને ન એ કે પોતાના જીવને તેમના જીવ કરતા ઉત્તમ સમજે, એટલા માટે કે તેમને અલ્લાહના માર્ગમાં જે તરસ લાગી અને જે થાક લાગ્યો અને જે ભૂખ લાગી અને એવી જગ્યા પર ચાલ્યા જે ઇન્કાર કરનારાઓ માટે ગુસ્સાનું કારણ બન્યું હોય અને શત્રુઓની જે કંઈ તપાસ કરી લીધી, તે દરેકના નામે (એક-એક) સત્કાર્ય લખવામાં આવ્યું. નિ:શંક અલ્લાહ તઆલા નિખાલસ લોકોનો સવાબ વ્યર્થ નથી કરતો
وَلَا يُنْفِقُونَ نَفَقَةً صَغِيرَةً وَلَا كَبِيرَةً وَلَا يَقْطَعُونَ وَادِيًا إِلَّا كُتِبَ لَهُمْ لِيَجْزِيَهُمُ اللَّهُ أَحْسَنَ مَا كَانُوا يَعْمَلُونَ
અને જે કંઈ નાનું-મોટું તેમણે ખર્ચ કર્યું અને જેટલા મેદાન તેઓને પાર કરવા પડયા, આ બધું જ તેમના નામે લખવામાં આવ્યું, જેથી અલ્લાહ તઆલા તેમના કાર્યોનું શ્રેષ્ઠ વળતર આપે
وَمَا كَانَ الْمُؤْمِنُونَ لِيَنْفِرُوا كَافَّةً ۚ فَلَوْلَا نَفَرَ مِنْ كُلِّ فِرْقَةٍ مِنْهُمْ طَائِفَةٌ لِيَتَفَقَّهُوا فِي الدِّينِ وَلِيُنْذِرُوا قَوْمَهُمْ إِذَا رَجَعُوا إِلَيْهِمْ لَعَلَّهُمْ يَحْذَرُونَ
અને મુસલમાનો માટે એ યોગ્ય નથી કે દરેક લોકો નીકળી જાય, એવું કેમ કરવામાં ન આવે કે તેમના દરેક મોટા જૂથ માંથી એક નાનું જૂથ નીકળે, જેથી તે દીનની સમજ પ્રાપ્ત કરે, અને જેથી આ લોકો પોતાની કોમને, જ્યારે કે તેઓ તેમની પાસે આવે, સચેત કરે જેથી તેઓ ડરી જાય
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قَاتِلُوا الَّذِينَ يَلُونَكُمْ مِنَ الْكُفَّارِ وَلْيَجِدُوا فِيكُمْ غِلْظَةً ۚ وَاعْلَمُوا أَنَّ اللَّهَ مَعَ الْمُتَّقِينَ
હે ઇમાનવાળાઓ ! તે ઇન્કાર કરનારાઓ સાથે યુદ્વ કરો જે તમારી આજુબાજુ છે અને તેઓ તમને કડક જુએ અને એવું સમજી લો કે અલ્લાહ તઆલા ડરવાવાળાઓની સાથે છે
وَإِذَا مَا أُنْزِلَتْ سُورَةٌ فَمِنْهُمْ مَنْ يَقُولُ أَيُّكُمْ زَادَتْهُ هَٰذِهِ إِيمَانًا ۚ فَأَمَّا الَّذِينَ آمَنُوا فَزَادَتْهُمْ إِيمَانًا وَهُمْ يَسْتَبْشِرُونَ
અને જ્યારે કોઈ સૂરહ અવતરિત કરવામાં આવે છે તો કેટલાક ઢોંગીઓ કહે છે કે આ સૂરહએ તમારા માંથી કોનું ઇમાન વધારે કર્યું, તો જે લોકો ઇમાનવાળાઓ છે, આ સૂરહએ તેમના ઇમાનમાં વધારો કર્યો અને તેઓ આનંદ મેળવી રહ્યા છે

Choose other languages: